સાવરકુંડલા કબીર ટેકરી ખાતે સદગુરુ રામપ્રતાપ સાહેબની 41 મી પુણ્યતિથિ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું શ્રીમદ ભાગવત સપ્તાહ ના મુખ્ય યજમાન સ્વ : પ્રભુદાસભાઈ નાનજીભાઈ મશરૂ ના સુપુત્રો (કિરીટ સ્ટોર્સ. હિરેન્ટરપ્રાઈઝ)સાવરકુંડલા વાળા રહ્યા હતા.
ભાગવત કથાના વ્યાસાસને રાભડા વાળા રવિરામબાપુ હરિયાણી બિરાજી કથા અમૃત પાન કરાવી રહ્યા હતા.તેમજ રામપ્રતાપ સાહેબની 41 ની પુણ્યતિથિ ના દાતા ગોવિંદભાઈ રણછોડભાઈ અન્ઘન પરિવાર ના નિતેશભાઈ અન્ઘન રહ્યા હતા
તેમજ ધર્મસભા નું દીપ પ્રાગટ્ય જ્યોતિર્મયા બાઢડા વાળા ના વરદ હસ્તે રાખવામાં આવેલ છે. આ ભાગવત કથામાં હરિ અને હર ની હાકલને સાર્થક કરતા રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ખૂબ જ હેત પૂર્વ પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવી રહ્યો હતો. આ તકે ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા ભાગવતનું રસામૃતપાન કરવામાં આવી રહ્યું હતું. અને મહંત બાપુશ્રી નારાયણ સાહેબ ના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવી રહ્યા હતા આ કથાનું રસપાન કરવામાં આવી રહ્યું હતું આ તકે ધારીના પ્રાંત અધિકારી શ્રી પૂજા જોટાણીયા સહિતના અધિકારીશ્રી તેમજ સાધુ સંતો પણ કથામૃત પાન કરવા ઉપસ્થિત રહ્યા હતા તેવું સંસ્થાના ટ્રસ્ટીશ્રી જયેશભાઈ ગોહિલ ની અખબારી યાદીમાં જણાવાયું હતું કેમેરામેન :: અશોકભાઈ મકવાણા/ અહેવાલ ::ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી