ભાવનગર-તળાજા નેશનલ હાઈવે રોડ પર આવેલા પસવી ગામ પાસે ફોરવીલ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેથી બે યુવાન વ્યક્તિ ઘટના સ્થળ પર જ મોત થયુ આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. તળાજા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી રહી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ બોરડા ગામનો યુવક ભાવનગર - મહુવા નેશનલ હાઈવે રોડ પર જઈ રહ્યા હતા, તે વેળાએ ફોરવીલ કારે બાઈક સવારને અડફેટે લેતા બંને યુવકનુ ઘટના સ્થળે મોત થયુ. મળતી માહિતી મુજબ મહેશભાઈ બોઘાભાઈ ભાલિયા અને તેના સાથીનું મોત થયું હોવાનુ પ્રાથમિક જાણવા મળ્યું છે. આ યુવકને તાત્કાલિક ધોરણે તળાજા ની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાં તબીબી તેઓને અમૃત જાહેર કર્યા હતા.તળાજા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી બોરડા ગામના પરિવારના યુવકના આ અકસ્માતમાં મોત થયા છે. જો કે અકસ્માતની ઘટના બન્યા બાદ ભાવનગર તળાજા હાઈવે પર લોકોના ટોળેટોળા જામ્યા હતા અને હાલમાં તળાજા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.