ડીસાના રાણપુરમાં પડીકી ન આપતાં દુકાનદારને મારમારતાં ફરિયાદ નોંધાઇ હતી. ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસમાં કાંતિભાઇ વિરચંદભાઇ રાવળ દુકાને હતા. ત્યારે કારમાં આવેલો પાલનપુરના મોટાનો પ્રકાશભાઇ લીલાભાઇ રાવળ પડીકી માંગી હતી.
જે દુકાનમાં ન હોવાનું કહેતા પ્રકાશ ઉશ્કેરાઇ ગયો હતો. અને કાંતિભાઇ તેમની પત્નિ હંસાબેન, પુત્ર સુરેશભાઇને મારમાર્યો હતો. આ અંગે કાંતિભાઇએ પ્રકાશ રાવળ સહિત ત્રણ શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.