બનાસકાંઠા એસ.ઓ.જી. એ પાલનપુર તાલુકાના જગાણા નજીકથી બે ઈસમોને ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. જેમાં એસ.ઓ.જી. ને મળતી બાતમી આધારે ભાગળથી જગાણા તરફ આવતા એક રિક્ષામાં પોલીસે તપાસ કરતા રિક્ષામાંથી 1260 ગ્રામ જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવતા પોલીસે બે ઈસમો ની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન ભાગળ થી જગાણા તરફ આવતાં હાઇવે રોડ થી ભાગળ તરફથી બે ઈસમો મોહસીન સલાટ અને અન્ય એક ઇસમ રાજકુમાર ઉર્ફે રાજુ બારોટની ઇસમ રીક્ષા નં. GJ 08 AT 4947 માંથી ગાંજો 1 કિલો 260 ગ્રામ જેની કિંમત 12,600 તેમજ કુલ 2 લાખ 78 હજાર 190 કુલ નો મુદ્દામાલ કબ્જે લઇ તપાસ અર્થે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહીને લઇ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી
(1) મોહસીનભાઈ ઈદ્રીશભાઈ જાર્તે સલાટ,ધંધો રીક્ષા ડ્રાઈવીંગ રહે.પાલનપુર, સલાટ વાસ, ભક્તોની લીમડી,
(2) રાજ કુમાર ઉર્ફે રાજુ સુધીરભાઈ બારોટ ધંધો.કલરકામ રહે.અમદાવાદ, હાથીજણ સર્કલ, બાપા સીતારામ મઢી (આશ્રમ)માં મુળ રહે.ડેર,પાટણ
નાસતા-ફરતા આરોપી-
ઉકાભાઈ રહે.વાસણ (ધાણધા)