થરાદથી નવું બાઇક ખરીદી એક જ પરિવારના ચાર સભ્યો માતાજીના દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે સાંચોર હાઇવે ઉપર ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દિયર અને ભાભીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બે જણાંને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
થરાદમાં રહેતા આકાશભાઇ વાલ્મિકી, વિમળાબેન દશરથભાઇ વાલ્મિકી, દશરથભાઇ વાલ્મિકી અને ચેતનાબેન વાલ્મિકી શુક્રવારે બાઇક પર બેસીને માતાજીના દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા. જ્યાં થરાદ સાંચોર હાઇવે ઉપર સીએનજી પંપ પાસે ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારી હતી.ટ્રેલરના ટાયર નીચે ચગદાયી જતાં આકાશ અને વિમળાબેનનું મોત થયું હતું.
વાલ્મિકી પરિવારે શો રૂમમાંથી નવું જ બાઇક છોડાવ્યું હતું. જે લઇને માતાજીના દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. નવા બાઇક ઉપર હજુ તો નવ કિલોમીટરનું અંતર કાપ્યું હતુ. ત્યારે ગોઝારા અકસ્માતમાં બે વ્યકિતઓના મોત થયા હતા.