પી.એન.આર સોસાયટી સંચાલિત શ્રી એન આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજ ના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર "દિવાળી" તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોએ અવનવા ફટાકડા ફોડી, એકબીજાને શુભ દિપાવલી તેમજ નૂતન-વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવીને ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન સેન્ટરના પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર) દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને મોં મીઠુ કરાવીને તંદુરસ્તી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.