ડીસા તાલુકાના ઝેરડા નજીકથી એક સ્કોર્પિયોની તલાસી લીધી હતી. જેમાંથી પોષડોડા, 50 જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ અંગે કુલ રૂ. 10.36 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા તાલુકાના ઝેરડા નજીક તાલુકા પોલીસની ટીમે રાજસ્થાન તરફથી આવતી સ્કોર્પિયો કારને ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો. જોકે, ચાલક ગાડી લઇને નાસવા જતાં ગાડી રસ્તાની સાઇડમાં ફસાઇ ગઇ હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતાં અંદરથી 16 જેટલા કટ્ટા પ્રતિબંધિત પોષડોડા મળી આવ્યા હતા. આ ઉપરાંત 50 જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા.
આ અંગે કુલ રૂ. 10.36 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ગાડીના ચાલક દિનેશ રાણારામ વિશ્નોઇ (રહે. હનુમાન ઢાણી, ચિતલવાણા, તા. સાંચોર, રાજસ્થાન)ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.