હાલોલના સન એન્કલેવ મા રહેતા સમશેરસિહ સુરેન્દ્રસિંહ સરદાર દ્વારા પાવાગઢ રોડ બાદશાહ પાર્ક હાલોલ ના તારીફએહમદ રિયાઝુદિન કાઝી સામે હાલોલ ના એડિશનલ સીવીલ અને એડિશનલ જયુ. મેજી ની કોર્ટ મા રૂ ૪,૫૦,૦૦૦/ ના ચેક રિટર્ન ની ફરીયાદ દાખલ કરી હતી જેની મુખ્ય વિગત મુજબ ફરિયાદી એ ગાઢ મિત્રતા ના નાતે આરોપીને એપ્રીલ ૨૦૨૨ મા ત્રણ માસમા પરત કરી દેવાના વાયદે રૂ ૪,૫૦,૦૦૦/ હાથ ઉછીના આપેલા ત્રણ માસ પછી આરોપીએ વધુ સમય ની માંગણી કરી હતી ત્યારબાદ આરોપીએ ફરિયાદીના ઘરે આવી રૂ ૪.૫૦ લાખનો પોતાના ખાતાનો ચેક એપ્રીલ ૨૦૨૩ મા આપ્યો હતો જે ચેક ડ્રોવર સિગ્નેચર ડીફર ના શેરા સાથે રિટર્ન થતા નોટીસ આપી ચેક રિટર્ન કેસ દાખલ કર્યો હતો જેમા આરોપી તરફે જીજ્ઞેશ બી જોશી હાજર થઈ દલીલો કરી હતી અને ફરિયાદીની ઉલટ તપાસમાં મહત્વની હકીકત બહાર આવી હતી કે પોતાને નામે મકાન, દુકાન નથી અને પોતાને લોન મળતી નથી. હાલના ચેકની વિગત તેઓએ પોતાના ઈન્કમટેકસ રિટર્ન મા બતાવેલ નથી. પાછલા બે વર્ષ ના ઈન્કમટેકસ રિટર્ન મા તેઓની વાર્ષિક આવક રૂ.૫ લાખ થી ઓછી છે. તેઓનો કોસ્મેટિક નો ઘંધો નાના પાયે ચાલતો હોવાથી તેઓનુ બેંકમાં કરંટ એકાઉન્ટ નથી. ફરિયાદ વાળા નાણા તેઓ ક્યાંથી લાવી આરોપીને આપ્યા તે વિગત ફરિયાદમાં કે સરતપાસમાં જણાવી નથી. આરોપી સાથે ગાઢ સંબંધ ન હોવાથી તેની પત્ની, બાળકો ના નામની માહિતી નથી. ચેક ની તમામ વિગત એક જ પેન થી ભરેલ છે કે કેમ તેની ફરિયાદી ને ખબર નથી. વધુમા ચેક ની કોઈ વિગત તેઓની રૂબરૂ ભરવામાં આવેલ નથી તેવુ પણ કબુલ કરે છે. તમામ હકિકતે હાલોલ ના એડિશનલ ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ એચ એચ વિશ્નોઈ એ પુરાવાનુ મુલ્યાંકન કરતા ફરિયાદીની ફરિયાદ અને નોટીસ તથા ઉલટ તપાસમાં જુદી વિગતો જણાવે છે. જેથી આરોપીએ ચેક આપ્યો હોવાની વિગતો શંકાસ્પદ જણાય છે. વધુમા આરોપી સાથે ગાઢ મિત્રતા હોવાની વિગતો પણ માનવા પાત્ર નથી. ફરિયાદીની આર્થિક સધ્ધરતા વિષે પણ શંકા ઉભી થાય છે ફરિયાદીએ પોતાની આર્થિક સધ્ધરતા રજુ કરતો કોઇ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ નથી. આરોપીને આપવા મોટી રકમ ક્યાંથી મેળવી તેનો પણ કોઈ પુરાવો રજૂ કરેલ નથી. આરોપી એડવોકેટ ની દલીલો ગ્રાહ્ય રાખી એપેક્ષ કોર્ટ ના જુદા જુદા ચુકાદાઓ ધ્યાને રાખીને ફરિયાદ પક્ષ પોતાની ફાઇનાન્સિયલ કેપેસિટી અને સોર્સ ઓફ ફંડની વિગતો પુરવાર કરવામા નિષ્ફળ રહ્યું છે. ફરિયાદી આરોપીને ૪.૫ લાખ રૂપિયા જેવી મોટી રકમ આપવા સક્ષમ હતા તેવી હકીકત પુરવાર કરી શક્યા ન હોવાથી ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું નિઃશંક પણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોવાથી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ તા ૨૩/૧૦/૨૦૨૪ ના રોજ હાલોલ ના એડિશનલ જયુ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं