કાલોલ નગરમાં પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા કોમ્યુનિટી હોલમાં વાલ્મિકીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ પંચમહાલ જિલ્લાના સંતો મહંતો નગર પ્રમુખ ગૌરાંગભાઈ મહામંત્રી કિરણસિંહ અને પૂર્વ તાલુકાઓ પ્રમુખ વિજયસિંહજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વાલ્મિકી સમાજ પંચમહાલ જિલ્લા દ્વારા મહર્ષિ વાલ્મિકી ઋષિ જન્મ જયંતી જ્યોત પ્રકાશનું આયોજન કરવામાં આવ્યું હતું કાલોલના રામાભાઇ સોલંકી પ્રમુખ ,ઉપ પ્રમુખ રંગિતભાઈ,અધ્યક્ષ કિરણભાઈ કોન્ટ્રાક્ટર મહામંત્રી, મહામંત્રી રાજુભાઈ, ઉપાધ્યક્ષ જતીનભાઈ, કનુભાઈ ,રાકેશભાઈ, અમિત સોલંકી જેમની ટીમ દ્વારા આ વાલ્મિકી જન્મ જયંતિ નું આયોજન કરવામાં આવ્યું હતું દરેક સંતો મહંતોને સાલ દ્વારા અને પુષ્પ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકાના અને નગરના વાલ્મિકી સમાજના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રામાયણ ગ્રંથના રચિતા મહાન ઋષિ વાલ્મિકી વિશે ધારાસભ્ય દ્વારા વાલ્મિકીજીના ઇતિહાસ નું વર્ણન કરવામાં આવ્યું હતું તેમને જણાવ્યું હતું કે લવકુશનું લાલન પાલન કરનાર આ વાલ્મિકીજીને ઇતિહાસ ક્યારે ભૂલી નહી શકે વાલ્મિકી ભગવાન વિશે ખૂબ જ સારી સમજ સમાજને ધારાસભ્ય સાધુ સંતો ની વાણી દ્વારા સમાજ આગળ વધે તેવી સમજ આપવામાં આવી હતી