રાજુલા શહેરમાં તહેવારોને અનુલક્ષીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ સતર્ક બની....
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રાજુલા શહેરમાં આવનાર તહેવારોને અનુલક્ષીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે પીઆઇ વિજય કોલાદરાની સુચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામા આવી રહ્યું છે. અને આવનાર દિવસોમાં દિપાવલી પર્વને લઇને રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના લોકો ખરીદીઓ કરવા માટે બજારોમાં અવરજવર રહેતી હોય છે જેથી કોઈપણ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે માર્ગ પર નડતરરૂપ લારી ધારકોને પોલીસ દ્વારા સમજાવી પોતાની લારીઓ માર્ગ પર નડતરરૂપી ન રાખવા માટે સુચના આપી માર્ગને ખુલ્લો કરવામા આવ્યો હતો. રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશન વિસ્તાર, ટાવર રોડ, હોસ્પિટલ ચોક, મેઇન બજાર સહિત મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. અને પેટ્રોલીંગ દરમિયાન નડતરરૂપ લારીઓ હટાવા માટે સુચના આપી હતી. રાજુલાના પીઆઇ વિજય કોલાદરા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાઇ તે માટે તત્પર રહ્યા છે. આ કામગીરીમાં ટ્રાફિક ઇન્ચાર્જ વૈભવભાઇ સોલંકી, હેડ.કોન્સ નીરુભાઇ પરમાર, નીતિનભાઇ ખસતીયા, વિજયભાઇ કોટીલા તેમજ ટીઆરબી જવાન હાર્દિકભાઇ ઠાકોર, રાણાભાઇ કુંકડ, જાનમહમદભાઇ સહિત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.