પાવીજેતપુર તાલુકાના કદવાલ ચોકડી પાસેથી નવરાત્રી દરમિયાન એક બાઇકની થયેલી ઉઠાંતરી 

             પાવીજેતપુર તાલુકાની કદવાલ ચોકડી પાસે થી નવરાત્રી દરમિયાન લોક મારી પાર્ક કરેલી બાઈકની લોક ખોલી કે લોક તોડી ઉઠાંતરી થઈ જતા પોલીસ ફરિયાદ થવા પામી છે. 

            પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામના રહીશ સંજયભાઈ બલાભાઈ રાઠવા નાઓ ૧૧ ઓક્ટોબરના રાત્રિના ૯.૨૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી બાઈક ઉપર પત્ની તથા બાળકને લઇ નીકળ્યા હોય, જેઓએ કદવાલ ચોકડી પાસે પોતાની બાઈક ને લોક મારી પાર્ક કરી નવરાત્રી ના ગરબા જોવા માટે ગયા હતા. રાત્રિના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં પરત આવી જે સ્થળ ઉપર પોતાની બાઈક પાર્ક કરી હતી તે સ્થળ ઉપર આવી જોતા તેઓની બાઈક ગાયબ હતી. શરૂઆતમાં એમ લાગ્યું હતું કે ભૂલમાં કોઈક બાઈક બદલી ગયું હશે, પાછું મૂકી જશે તેથી કેટલો સમય સુધી ત્યાં રાહ જોઈ હતી. ત્યારબાદ પોતાના મિત્રોની મદદથી સગા વહાલાઓને ત્યાં આજુબાજુ તપાસ કરવા છતાં બાઈક મળી આવેલ નહીં. જે બાબતની સંજયભાઈ બલાભાઇ રાઠવાએ સિટિઝન પોર્ટલ પર ઇ એફઆઇઆર કરેલ, જેના આધારે પોલીસે સંજયભાઈ નો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સંજયભાઈ તેઓની મોટરસાયકલ જીજે ૩૪ એ ૩૪૭૦ ની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- નો લોક તોડી અથવા લોક ખોલી ચોરી થઈ ગયા અંગેની પોલીસ ફરિયાદ કદવાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જેની તપાસ કદવાલ પોલીસ કરી રહી છે.