તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે બજારમાં ભેળસેળયુક્ત મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. જેને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં અખાદ્ય ચીજવસ્તુઓ પકડવાની કામગીરી તેજ બનાવી છે. ત્યારે ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂ. 36 લાખની કિંમતનો જથ્થો સીઝ કર્યો હતો.

આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી.એચ. પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ માવાના બે સેમ્પલ લેવાયાં છે. જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યાં છે. રિપોર્ટ ના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો છે.