એગ્રો ટેક કંપનીમાં દુર્ઘટના,ટેન્ક સફાઈ વખતે સુપર વાઈઝર સહિત પાંચના મોત. કચ્છના કંડલામાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક એગ્રો ટેક કંપનીમાં પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યાની માહિતી મળી રહી છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈ વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.