છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર, બોડેલી પોલીસ સ્ટેશન તેમજ વડોદરા જીલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પાવીજેતપુર પોલીસ

  પાવીજેતપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણા પોલીસ સ્ટેશન નાઓના માર્ગ દર્શન હેઠળ પાવીજેતપુર પો.સ્ટેનો સ્ટાફ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. દરમ્યાન બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે (૧) પાવીજેતપુર પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૦૦૧૬૦/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧ તથા (૨) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી ગુ.૨.નં. ૧૧૧૮૪૦૦ ૩૨૪૦૬૫૮/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨) મુજબ (૩) બોડેલી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૧૨૪૧૩૨૮/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧,૮૩ મુજબ (૪) વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૭૦૫૪૨૪૦૧૧૦/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(ઈ), ૯૮(૨),૮૧ મુજબ તથા (૫) વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૭૦૫૪૨૪૦ ૧૧૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૦૭,૩૩૩,૩૩૨,૩૫૩,૧૧૪ મુજબ ગુન્હામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેહતાભાઇ ચોંગડ ( રહે. મોરીયાગામ સુથારી ફળીયા તા.કઠિવાડા જી.અલીરાજપુર ) નાઓ મહેંદી કલરનું આખી બાયનું શર્ટ તથા કમરના ભાગે વાદળી કલરનું જીન્શનું પેન્ટ પહેરેલ છે તે સુરખેડા ગામમાં આવેલ છે તેવી બાતમી હકીકત આધારે તાત્કાલિક પાવીજેતપુર પોલીસ સ્ટાફના માણસો સાથે સુરખેડા ગામમાં જતા રોડ ઉપર ઘંટી પાસે બાતમી વાળૉ ઇસમ ઉભો હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ ઠામ પુછતા તે પોતે પોતાનું નામ મુકેશભાઇ મેહતાભાઇ જાતે ચોંગડ ( ઉ.વ.૨૧ ) રહે. મોરીયાગામ સુથારી ફળીયા તા.કઠિવાડા જી.અલીરાજપુરના હોવાનું જણાવેલ હોય જેથી ઇસમને ઉપરોક્ત ગુન્હાઓ બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકડ આધારે તપાસ કરતા ગુન્હાઓના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ. જેથી નાસતા ફરતા આરોપી મુકેશભાઇ મેહતાભાઇ જાતે ચોંગડને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.