ચાણસ્મા પંથકમાં ગોગા મહારાજના નાગ પંચમીનો લોકમેળો ભરાયો

સમગ્ર હિન્દુ ધર્મમાં દેવી દેવતા ઓનું વિવિધ મહત્વ રહેલું છે ત્યારે શ્રાવણ માસની અંદર આવતા તહેવારોનું પણ હિન્દુ ધર્મના લોકો ધામધૂમ પૂર્વક ઉજવી રહ્યા હોય છે ત્યારે આજરોજ નાગ પાંચમના દિવસે સમગ્ર ચાણસ્મા પંથકમાં વિવિધ જગ્યાએ આવેલા ગોગા મહારાજના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી તેમજ દર્શનનો અનેરો લાવો લઈ રહ્યા હતા

હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જ પાટણ જિલ્લા સહિત ચાણસ્મા પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેમ છતાં જાણે નાગદેવતાઓના શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ ચાણસ્મા શહેરની અંદર રબારીવાસમાં આવેલ1200 વર્ષ પ્રાચીન શેષ નારાયણ ગોગા મહારાજના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હતો આ પ્રસંગે પાટણ પંથકમાંથી શ્રદ્ધાળુ ઉપસ્થિત રહી દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો તદ ઉપરાંત

ચાણસ્માના શેઢાલ, ધરમોડા, ખારીઘારીયાલ સહિત વિવિધ જગ્યાએ પણ નાગપાંચમીના દિવસે નાગદેવતાના મંદિરે શ્રદ્ધાળુઓની ભાળી ભીડ ઉમટી હતી તેમજ લોકમેળા પણ ભરાયા હતા જેમાં ખાણીપીણી ની લારીઓ તેમજ ચકરડિયો સહીત મનોરંજન ની પૂરી પાડતી તમામ સુવિધાઓ મેળાની અંદર મળી રહેતા બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો ઉલ્લેખનીય છે કે નાગ પાચમ ના દિવસે તમામ શ્રદ્ધાળુઓ દ્વારા નાગદેવતાને શ્રીફળ તેમજ કુલેર નો પ્રસાદ પણ ધરાવવામાં આવતો હોય છે.