રાજુલાની ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાયો..

રાજુલા શહેરમાં આવેલ ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જગજનની ભવાની આદ્યશક્તિ નીઆરાધનાનું પર્વ એટલે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ માં અંબાની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યો હતો. જે બાદ શાળાની વિધાર્થીની બહેનોએ રાસ ગરબે રમી ઝુમી ઉઠયા હતાં. સમગ્ર શાળા પરીસર ભક્તિમય બન્યુ હતું. આ નવરાત્રી મહોત્સવ દરમિયાન સુંદર ગરબા રમનાર વિધાર્થીની બેહનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં પ્રિન્સીપાલ સીમાબેન પંડ્યા તેમજ સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.