અત્યારે ચાલી રહેલ નવલા નોરતાં ના પર્વ ની શાળા - કોલેજો માં ઠેર ઠેર ઊજવણી ઓ કરવાના આવી રહી છે ત્યારે શ્રી કે સી આલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શેણલ આર્ટ્સ કૉલેજ પીલુડા ખાતે તારીખ 09/10/2024 ને બુધવારના રોજ સાંસ્કૃતિક વેશભુષા સાથે નવરાત્રી કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આચાર્ય શ્રીમતી મમતાબેન સાથે અધ્યાપક ગણ સહ વિધાર્થી ભાઇઓ અને બહેનોએ હોંશભેર ભાગ લીધો હતો. અંતરિયાળ વિસ્તારમાં આવેલી મીઠી વેલડી સમાન સેંટર માં આવેલી શ્રી શેણલ આર્ટ્સ કૉલેજ પિલુડા ખાતે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વ ઉજવણી વગેરે થતી હોય છે. જેમાં આજ શ્રેષ્ઠ નવરાત્રીનું અયોજન ઉત્સાહ પૂર્વક રીતે ઉજવવા મા આવ્યું હતું કાર્યક્રમ ની શરૂઆત મા સૌ પ્રથમ આરતી કર્યાં બાદ ગરબા નો કાર્યક્રમના રાખવામાં આવ્યો હતો અંતે કેશરભાઇ દ્વારા બૂંદી - પેડા - ફરાળ ચેવડો નો પ્રસાદ નું વિતરણ કર્યો હતો આ કાર્યક્રમ ની વિધાર્થીઓ એ ઉત્સાહ પુર્વક ઉજવણી કરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं