કાલોલ મનરેગા કચેરીમા જુલાઈ ૨૦૨૪ મા તાલુકા વિકાસ અધિકારી ની મંજુરી વગર કરોડો રૂપિયાના બીલો એન્ટ્રી કરતા ઓપરેટર બાબતે એપીઓ ને ફૉન કરતા ફોન ક્ટ કરી દિધો ટીડીઓ ને ફોન કરતા ગોળ ગોળ જવાબ આપ્યો હતો.મળતી માહિતી મુજબ અંદાજીત ૧૩ કરોડ રૂપિયા ના બીલો ટીડીઓ ની મંજુરી વગર બારોબાર કોમ્પ્યુટર ઓપરેટરે પોતાનાં માનીતા કોન્ટ્રાકટરો ના બીલો એન્ટ્રી કરી દીધા. ટીડીઓ એ વાંધો ઉઠાવતા સમગ્ર ઘટના બહાર આવી. જોકે ત્યારબાદ ટીડીઓ ની નારાજગી દુર થઈ હોવાનુ જાણવા મળ્યુ હતુ ત્યારે 

શુ કાલોલ તાલુકામા ટીડીઓ ની ઉપરવટ જઈને બીલો એન્ટ્રી થાય છે? ટીડીઓ ની ઉપરવટ જઈને બીલો એન્ટ્રી કરવાનું કારણ શુ? ટકાવારી કે કોઇ બીજુ કારણ એ સંશોધન નો વિષય જે બીલો એન્ટ્રી થાય છે તે કામો થાય છે ખરા? ચોક્કસ સમયગાળા દરમ્યાન મનરેગા કચેરીના ઈજારેદારો લેપટૉપ અને બેગ લઈને ટીડીઓ ની ઓફિસમાં લાંબો સમય સુધી બેસી રહે છે ત્યારે કચેરીના કર્મચારીઓ અને જાહેર જનતાને ઓફિસમાં પ્રવેશ મળતો નથી તે પણ વિચાર માંગી લે તેવો સવાલ છે. કાલોલ ના ટીડીઓ ઓફીસ બહાર કોન્ટ્રાકટરો ને બોલાવે છે બેઠકો કરે છે સમગ્ર ઓફીસ નો વહીવટ ઓફીસ ની બહાર થાય છે. આ તાલુકા વિકાસ અધિકારી ને કોણ છાવરે છે? ક્યા નેતાઓ ના આશીર્વાદ છે? મનરેગા કચેરીના કોમ્પુટર ઓપરેટર છેલ્લા તેર વર્ષ ઊપરાંત થી આ કચેરીમા ફરજ બજાવતા હોવાથી કોઈને ગાંઠતો નથી અને મનફાવે તેમ માનીતા કોન્ટ્રાકટર ના બીલો એકાઉન્ટન્ટ ને સાથે રાખીને એન્ટ્રી કરી દે છે એકાઉન્ટન્ટ, ટીડીઓ અને ઓપરેટર પોતે પણ રાજકીય વગ ધરાવતા હોઈ અને મોટી ટકાવારી નુ સેટિંગ હોવાનુ ચર્ચામાં આવ્યુ છે. બુધવારે કેટલાક ઈજારદાર પોતાના બીલ મંજુર કેમ નથી થયા છ કરોડ રૂપિયા ઊપરાંત ની આવેલ ગ્રાન્ટ મા ત્રણ ઈજારેદારો ના બીલો પાસ થઈ ગયા નાના ઈજારદાર, સરપંચો ના દોઢ બે વર્ષ જૂના કામો ની એન્ટ્રી થયેલી છે તેની ગ્રાન્ટ હજુ સુધી કેમ છૂટી કરતા નથી જેની ફરિયાદ લઈને ઈજારેદારો દ્વારા રજૂઆત કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા જેને પરિણામે ગુરુવારે ચાલુ દિવસે મનરેગા ની બન્ને ઓફિસો ખાલીખમ જોવા મળી એક પણ કર્મચારી ઓફિસમાં બપોરનાં ૧૨ કલાકે હાજર જોવા મળ્યા નહોતા. કાલોલ તાલુકાના સમા, વ્યાસડા ગામની પંચાયતો મા મનરેગા યોજના ની માહિતી બાબતે આયોગ સુધી રજૂઆતો કરાઈ છે. મનરેગા નો એમઆઈએસ ઓપરેટર ઓફીસ ની બહાર જઈ ખાનગી રીતે બીલો ની એન્ટ્રી કરી દે છે. આ ત્રિપુટી ભારે રાજકીય વગ ધરાવતા હોવાથી ઓફિસમાં કોઈને ગણકારતા નથી અને અમારી બદલી કોઇ કરી શકે તેમ નથી તેવુ જણાવે છે.

મનરેગા ઓપરેટર ની ફાઈલ તસવીર અને બીલો બાબતે વિવાદ વધતા આજ રોજ ખાલી ખમ ઓફીસ ની તસવીર