કોંગ્રેસના સૌરાષ્ટ્રના 6 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાતે જોર પકડ્યું હતું તેવામાં લલિત વસોયા ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય કેસરીયો કરે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ત્યારે અગાઉ એક કાર્યક્રમમાં ભાજપના નેતાઓને આમંત્રણ અપાયું હતું ત્યારે હવે ફરીથી તેમણે જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ના કરતા ફરીથી આ અટકળોએ જોર પકડ્યું છે. તેવામાં આજે સૌરાષ્ટ્રી ઝોનની બેઠકમાં વાકયુદ્ધમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતાએ કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે, પાર્ટી છોડો તો કહેતા જજો. આ વાત તેમણે પરોક્ષ રીતે કહી હતી. જેમાં કોઈનું નામ લીધું નહોતું. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજે મળેલી આ બેઠકની અંદર મીડિયા સાથે પણ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથેની વાતચીતમાં એક નિવેદન આપતા કહ્યું કે, ટિકિટ નહીં મળે તો પણ પાર્ટીમાં રહીશ. મારો નિર્ણય ડંકાની ચોટ પર હોય છે તેમ પણ કહ્યું હતું. હું કોંગ્રેસમાં જ હતો અને કોંગ્રેસમાં જ રહીશ તેમ તેમણે કહ્યું હતું.

ધારાસભ્ય વસોયાના જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ના કરાતા અટકળો તેજ બની છે. લલીત વસોયાના પોસ્ટરમાંથી કોંગ્રેસનું ચિન્હ જ ગાયબ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરો ધોરાજીમાં લગાવવામાં આવતા કોંગ્રેસી ધારાસભ્યની પક્ષપલટીની અટકળો સામે આવી રહી છે. જો કે, બીજી તરફ લલિત વસોયા કોંગ્રેસ ના છોડવાની વાતની પણ સ્પષ્ટતા કરી હતી.