દેશ ભરમાં મેઘ તાંડવ યથાવત છે. ગુજરાતમાં વરસાદી માહોલ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી સૌથી વધુ ભાવનગરના મહુવામાં અને છોટા ઉદેપુરમાં પાંચ ઈંચ, પંચમહાલના જાંબુઘોડામાં સવા ચાર ઈંચ, ગોધરા, અને ખેડાના વાસોમાં સવા ત્રણ ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં સવા બે ઈંચ, મહીસાગરના વીરપુરમાં સવા બે ઈંચ, ડેડીયાપાડા અને ખેરગામમાં બે-બે ઈંચ વરસાદ વર્સી ચૂક્યો છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. IMD એ દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમાં હિમાચલ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ઓડિશા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. આ દરમિયાન હવામાન વિભાગે 10 જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કાંગડા, સોલન, સિરમૌર, બિલાસપુર, શિમલા, ઉના, હમીરપુર, કુલ્લુ અને કિન્નૌરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે શિમલા, કિન્નૌર, કાંગડા અને મનાલી આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મનાલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી ભારે વરસાદ બાદ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. અનેક રસ્તાઓ અને વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. દરમિયાન હવામાન વિભાગે આજે એટલે કે રવિવારે ફરી દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે . દિલ્હીના નાળાઓ યમુનાના પાણીથી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં વરસાદ દિલ્હીના લોકોને ફરીથી પૂરનો અહેસાસ કરાવી શકે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર આ ચોમાસા દર્મીયાન દેશમાં આ વર્ષે 15 જૂન સુધીમાં અંદાજીત સાડા છસ્સો લોકોના મોત થયા છે. હિમાચલમાં સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીં 99 લોકોના મોત થયા છે . ગુજરાતમાં 103. કર્ણાટકમાં 87, રાજસ્થાનમાં 36, પંજાબમાં અને હરિયાણામાં 55. આસામમાં 38, મણિપુરમાં 8, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 92 મૃત્યુ થયા છે.