સાયબર જાગૃતિ દીવસ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય સાઇબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન અન્વયે શાળા કોલેજોમાં સાઇબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન ચલાવવા તથા શાળા કોલેજો ના વિધાર્થીઓને સાઇબર ક્રાઇમ વિષે જાગૃતા તે હેતુ થી કાલોલ પોલીસ દ્વારા બુધવારે બપોરે ૨:૩૦ કલાકે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ સીબી બરંડાની ઉપસ્થિતિમાં સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં કાલોલ પોલીસ ટાઉન જમાદાર ભાવેશભાઇ કટારીયા સાથે પોલીસ જમાદાર પ્રવિણભાઇ અને મનીષભાઈ પરમાર અને કેળવણી મંડળ ના મંત્રી વિરેન્દ્રભાઇ મહેતા શાળા ના સુપરવાઈઝર વી એ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા. સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે બપોરનાં ૪ કલાકે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમા ઈ.આચાર્ય એન પી પટેલ સ્ટાફ હાજર રહ્યા હતા.પી.એસ.આઈ સીબી ‌બરડા દ્વારા સંબોધન કરતા વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ અંગે ની ખુબજ વિસ્તૃત અને ઉંડાણપૂર્વક ની માહિતી આપી હતી અને તેની ઝપટમાં આવી ન જાય તે માટે શું ચોકસાઇ રાખવી અજાણી લીંક ઓપન ન કરવી, સોશ્યલ નેટવર્ક ઉપર બધી વિગતો ન મુકવી, સાયબર ક્રાઇમ થાય તો ૧૯૩૦ નંબર પર ફોન કરવો, ફાયર વોલ નો ઉપયોગ કરવો, ગુગલ લોકેશન વિષે જાણકરી આપી હતી. અજાણ્યા નંબર નો ફોન, વિડીઓ કોલ ન લેવો લોભામણી જાહેરાતો મા ન આવવુ જેવી માહિતી અને માર્ગદર્શન આપ્યુ. વિદ્યાર્થિઓ સાથે પ્રશ્નોતરી પણ કરી સાયબર ક્રાઇમ નો ભોગ બનનારે કોઈ પણ પ્રકારના ડર વગર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો તેમ જણાવ્યુ હતુ.