ગોધરા સેશન્સ અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદા મા ચેક રિટર્ન કેસની સજા માંથી દોષમુક્ત થયેલા સુરેલી ગામના પ્રવિણસિંહ દિલીપસિંહ પટેલ દ્વારા આજરોજ સોમવારે ચેકમાં છેડછાડ કરીને અદાલતમાં ચેક રિટર્ન નો કેસ કરનાર ગોધરા સ્થિત પ્રંભાકુજ સોસાયટીમાં રહેતા રાજકુમાર .જે. પાઠક અને તેઓના પુત્ર અને બોડેલીના સસ્પેન્ડ સિનિયર સિવિલ જજ આશુતોષ રાજકુમાર પાઠક સામે ભારતીય ન્યાય સહિતા ની કલમ 336(2) 338,340(1) 308 અને 54 મુજબ ગુનો દાખલ કરવા માટે ગોધરા એ ડિવિઝન પોલીસ મથક મા લેખિત અરજી આપી હતી. એમાં ચોંકાવનારી હકીકતો એ દર્શાવવામાં આવી છે કે સસ્પેન્ડ સિવિલ જજ આશુતોષ પાઠક અને તેઓ ના પીતાએ ફરિયાદી પ્રવિણ પટેલ પાસેથી બળજબરી થી નાણાં પડાવવા માટે ત્રણ મહિલા ખાતેદારો ના બેંક ખાતાઓમાં અંદાઝે 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા . એમાં એક મહિલા પી.એસ.આઇ ના નામ અને બેંક ખાતા સાથે ઉલ્લેખ કરવામાં આવતા આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમ બને એવા સંકેતો દેખાઈ રહ્યા છે..
ગોધરા ખાતે રહેતા પ્રંભાકુજ સોસાયટી માં રહેતા રામકુમાર પાઠક દ્વારા કાલોલ તાલુકાના સુરેલી ગામના પ્રવિણકુમાર પટેલ સામે ગોધરા સ્થિત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચેક રીટર્ન કેસની ફરિયાદ દાખલ કરી હતી એમાં અદાલત દ્વારા પ્રવીણ પટેલને એક વર્ષ સાદી કેદની સજા ફરમાવી હતી આ ચુકાદા સામે દોષિત ઠરેલા પ્રવીણ પટેલે પોતાના ધારાશાસ્ત્રી જે.બી જોષી મારફતે ગોધરા સેશન્સ અદાલત સમક્ષ અપીલ દાખલ કરી હતી આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના પાંચ માં એડિશનલ સેશન્સ જજશ્રી પી.એ માલવીયા સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલોના અંતે અદાલત દ્વારા પ્રવીણ પટેલને એક ચેક રીટર્ન કેસમાં દોશિત ઠેરવતા નીચલી અદાલતના ચુકાદાને રદ કરીને ચેકમાં 2018 ના બદલે 2019 કરીને છેડછાડ કરનાર સામે પ્રવીણ પટેલ ઇચ્છે તો ફરિયાદ દાખલ કરી શકે છે નો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો ગોધરા સેશન્સ અદાલતના આ ચુકાદાબાદ દોષમુક્ત થયેલા સુરેલી ગામના પ્રવીણ પટેલે આજરોજ ગોધરા સ્થિત પ્રંભાકુજ સોસાયટી મા રહેતા રામકુમાર પાઠક અને તેઓના પુત્ર સસ્પેન્ડ સિવિલ જજ આશુતોષ રાજકુમાર પાઠક સામે કાયદેસર ફરિયાદ દાખલ કરવા માટે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી હતી એમાં આ બંને પિતા પુત્ર એ ચેક માં છેડછાડ કરીને ખોટો દસ્તાવેજ ઊભો કરીને ચેક રિટર્નની ફરિયાદ કરી હતી તેમજ અરજદાર પાસેથી ધાક ધમકીઓ આપીને તેઓના અલગ અલગ મહિલા મિત્રોના બેન્ક ખાતાઓમાં અંદાજે આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમના નાણા જમા કરાવ્યા હતા એમાં એક મહિલા પી.એસ.આઇ શશીકલા ના બેન્ક ખાતામાં "બાબુડી આંટી" ના કોડવર્ડ થી 3.92 લાખ રૂપિયા, જીજ્ઞાસા ના બેંક ખાતામાં 2.74 લાખ અને રીતુ ના ખાતામાં 1.36 લાખ રૂપિયા જમા કરાવડાવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર ઘટના મા ઉંડાણપૂર્વક તપાસ કરવામા આવે તો ઘણી સ્ફોટક વિગતો બહાર આવે તેવી સંભાવના છે.