પાવીજેતપુરની વાવ પ્રાથમિક શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

       રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ચાલનાર છે.

          જે અંતર્ગત પાવીજેતપુર નજીક આવેલ વાવ પ્રાથમિક શાળામાં રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત શાળા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૂર્ય નમસ્કાર માટે શાળાના શિક્ષક છત્રસિંહ રાઠવા દ્વારા બાળકોને સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.

                શાળાના આચાર્ય દ્વારા બાળકોને જીવનમાં કસરત અને તંદુરસ્ત સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સુર્ય નમસ્કાર અને યોગ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. શરીરને ફિટ તથા તંદુરસ્ત રાખવા માટે સૂર્ય નમસ્કાર અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. સદીઓ પહેલા આપણા સાધુ-સંતોએ આપણને સૂર્ય નમસ્કારની ભેટ આપી છે. સૂર્ય નમસ્કાર દરરોજ સવારે કરવાથી દિવસની શરૂઆત પણ સારી રહે છે સૂર્ય નમસ્કારના સ્વાસ્થ્ય લાભ પણ છે.

       સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય જ ના હોત. અને એટલે સૂર્ય નમસ્કાર સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે-જે આપણા પૃથ્વિ ગ્રહ પર તમામ પ્રાણઊર્જાનું મુખ્ય કારણ છે. સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનીઓ દ્વારા નિશ્ચિત કરાયેલા ૧૨ આસનોછે. જે શરીર,શ્વાસ અને મનને સાથે લાવે છે-તનને ધ્યાનની ગહેરાઈમાં જવામાં સહાય કરતું પગલું છે.

            આમ, પાવીજેતપુર નજીક આવેલ વાવ પ્રાથમિક શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.