ગોધરાના રાજ રાજેશ્વરી સેલ્સ નામે પેઢી ધરાવતા અને જ્યોતિષ શાસ્ત્ર નુ જ્ઞાન ધરાવતા રાજકુમાર પાઠક દ્વારા કાલોલ તાલુકાના સુરેલી ના પ્રવીણભાઇ દિલીપભાઈ પટેલ ૨૦૧૪ મા સંપર્ક મા આવેલા તેઓ ધાર્મીક સ્થળોએ ફરવા ગયા હતા ત્યારથી ગાઢ સંપર્ક થયો હતો ૨૦૧૯ મા પ્રવીણભાઇ ને નાણાં ની જરૂર પડતા કાલોલ રાજકુમાર પાઠકે પોતાની એફડી, કેવીપી, એન એસ સી માંથી રૂ ૯ લાખ હાથ ઉછીના આપેલા જે બાબતે પ્રવીણભાઇ એ ચેક આપતા ચેક રિટર્ન થતા તેઓ સામે ચેક રિટર્ન ની ફરિયાદ નોંધાવી હતી જેમા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની અદાલત દ્વારા સુરેલી ગામના પ્રવીણભાઈ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ના કરેલા હુકમ સામે દોષિત થયેલા પ્રવીણભાઈ પટેલે પોતાના ધારાશાસ્ત્રી જે .બી. જોષી અને વ્રજપાલ એસ ગોહિલ મારફતે દાખલ કરેલ અપીલ સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના પાંચમાં એડિશનલ સેશન્સ જજ પી.એ.માલવીયા સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલોના અંતે અદાલત દ્વારા પ્રવીણભાઈ પટેલને સજા ફરમાવતો નીચલી અદાલતનો હુકમ રદ કરીને ચેકની તારીખમાં છેડછાડ કરનાર ચેક રિટર્ન ના કેસના ફરિયાદી ગોધરા ના રહીશ રાજકુમાર પાઠક સામે તથા લાગતા વળગતાઓ સામે પ્રવીણભાઈ પટેલ કાયદેસર કાર્યવાહી હાથ ધરી શકે છે તેવો મહત્વનો આદેશ ફરમાવતા આ બહુચર્ચિત બનેલા ચેક રિટર્ન ના કેસમાં એક અણધાર્યો વળાંક આવ્યો છે. એટલા માટે કે ગોધરાના પ્રભાકુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર પાઠકના પુત્ર એ .આર. પાઠક બોડેલીમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ હતા અને આરોપી પ્રવીણભાઇ અગાઉ ગોધરા કોર્ટ મા સેવક તરીકે ફરજ બજાવતા હતા ત્યારથી પરિચયમાં આવ્યા હતા.તાજેતરમાં એ આર પાઠક ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને છોટાઉદેપુર સેશન્સ અદાલતના રજીસ્ટાર દ્વારા બોડેલીના સસ્પેન્ડ સિનિયર સિવિલ જજ એ. આર પાઠક અને બે કર્મચારીઓ સામે અદાલત સંકુલ માંથી દસ્તાવેજી પુરાવાઓ સગેવગે કરવાના આરોપ સાથે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી આ પ્રકરણને લઈને ચેક રિટર્ન કેસમાં સજા ફરમાવતા ચુકાદા સામે કરાયેલ અપીલ નો આ મુદ્દો ન્યાયતંત્રના સંકુલ ફરતે પણ ઉત્સુકતા પ્રેરક રહ્યો હતો.હાલોલ ના ધારાશાસ્ત્રી જે.બી જોષી દ્વારા સુરેલી ગામના પ્રવીણભાઈ દિલીપસિંહ પટેલને ચેક રીટન ના એક કેસમાં દોષિત ઠેરવતા ગોધરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ના હુકમ સામે ગોધરા સેશન્સ અદાલત સમક્ષ ક્રિમિનલ પ્રોસિઝર કોડ ની કલમ 374 મુજબ રાજકુમાર પાઠક અને સ્ટેટ ઓફ ગુજરાત સામે અપીલ દાખલ કરીને નીચલી અદાલતના વાદગ્રસ્ત હુકમને રદ કરીને દોષિત ઠરેલા આરોપીને નિર્દોષ જાહેર કરવાની અપીલ દાખલ કરી હતી. આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના પાંચમા એડિશનલ સેસન્સ જજ પી.એ માલવીયા સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલોમાં દોષિત જાહેર કરેલા બચાવ પક્ષના ધારાશાસ્ત્રી જે. બી.જોશી દ્વારા ચેક માં ગુજરાતીમાં લખેલ 2018 ના વર્ષમાં છેડછાડ કરીને 2019 કરવામાં આવી હોવાના એફ.એસ.એલ રિપોર્ટ સમેત વાદગ્રસ્ત ચેક ૨૦૧૮ મા આપ્યો હોવાની રજૂઆત કરી હતી.પ્રવીણભાઈ પટેલ સામે વડોદરા અદાલત સમક્ષ પણ રાજકુમાર પાઠક દ્વારા ચેક રીટન કેસની દાખલ કરેલ ફરિયાદ અને 3.46 કરોડ રૂપિયાના દાખલ કરાયેલા દાવાની હકીકતો અદાલત સમક્ષ રજૂ કરી હતી. વધુમા એ આર પાઠક ની બેનામી આવક નો વહીવટ પણ પ્રવીણભાઇ કરતા હોવાના પુરાવા સ્વરૂપે એ આર પાઠક ના મિત્રો ના જુદા જુદા ખાતા મા રોકડ રકમ જમા કરાવી હોવાની પે સ્લીપો રજૂ કરી હતી. ઉલટ તપાસમાં ફરિયાદી પોતાની આવક નો સ્ત્રોત જણાવી શકેલ નહી રાજકુમાર પાઠકે પોતાની એફડી, કેવીપી, એન એસ સી માથી રૂ ૯ લાખ આપ્યાનો કોઇ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ નથી અને અગાઉ પણ પ્રવીણભાઇ ને નાણાં આપ્યા હોવાનુ અને ફોજદારી અને દીવાની કાર્યવાહી વડોદરા ખાતે કરી હોવાનુ બહાર આવ્યુ હતુ. ટ્રાયલ કોર્ટે આરોપી એડવોકેટ જે બી જોશી ને કેટલાક વ્યક્તિઓ સાથે ના નાણાકીય લેવડ દેવડ ના પ્રશ્નો પુછવા દીધા નહોતા. એપેક્ષ કોર્ટ ના જુદા જુદા ચુકાદાઓ અને દલીલોના અંતે પંચમહાલ ના પાંચમા એડિશનલ સેશન જજ પી.એ માલવીયા દ્રારા ચેક રીટર્ન કેસની સજા ફરમાવતા નીચલી અદાલતના હુકમને રદ કરીને ચેક સાથે છેડછાડ અદાલત સંકુલની બહાર કરવામાં આવી હોઈ દોષિત અરજદાર પ્રવીણભાઈ પટેલ હવે રાજકુમાર પાઠક અને લાગતા વળગતાઓ સામે જો તેઓ ઇચ્છે તો સીઆરપીસી કલમ ૧૯૫ મુજબ ફરિયાદ કરી શકે છે તેવો દિશા સૂચક આદેશ ફરમાવતા ચકચાર મચી જવા પામી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं