ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં "સ્વચ્છતા દિવસ" ઉજવાયો ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું."સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અન્વયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ, સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારિરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ શ્રી યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં સિનિયર યોગ કોચ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, ધ્યાન, મેડીટેશન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૮૦ કરતા વધુ હોમગાર્ડ જવાનો, એન.સી.ઓ તથા અધિકારીઓ જોડાયા હતા.