ચોટીલાના સાંગાણી ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફરિયાદી ગોપાલભાઈ મયાભાઈ ટોળીયા (ભરવાડ)ના ભાઈ રણછોડભાઈ મયાભાઈ ડોળીયા રાબેતા મુજબ માલઢોર ચરાવવા જઈ રહ્યાં હતાં જેદરમ્યાન કાંધાસર ગામના પાટીયા પાસે ચોટીલા ખાતે રહેતા સીધ્ધાર્થભાઈ જકાભાઈ કાઠીની કાર ગાય સાથે અથડાતા સીધ્ધાર્થભાઈ સહિત સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રણછોડભાઈ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. જે દરમ્યાન રણછોડભાઈએ ફરિયાદીને બોલાવતા ફરિયાદી ગોપાલભાઈ આવી પહોંચ્યા હતા અને મારમારતા બચાવ્યા હતા ત્યારે ફરિયાદીને પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ચોટીલા ખાતે રહેતા અને એપીએમસીના હોદ્દેદાર જયરાજભાઈ ભરતભાઈ ધાધલને બોલાવતા તેઓ પોતાની કાર સાથે આવી પહોંચ્યા હતા અને તમામ શખ્સોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ તેમના ભાઈ રણછોડભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તેમજ જયરાજભાઈએ પોતાના પેન્ટના નેફામાંથી પીસ્તોલ (બંદુક) કાઢી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને બે રાઉન્ડ ફાયરીંગ કરી ડાબા હાથે ઈજાઓ પહોંચાડી કાર લઈ નાસી છુટયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ૫શુપાલકને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ (૧) સિધ્ધાર્થભાઈ જકાભાઈ કાઠી દરબાર, રહે.ચોટીલા (૨) જયરાજભાઈ ભરતભાઈ ધાધલ અને ત્રણ અજાણ્યા શખ્સો સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं