જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ફરી એકવાર હિન્દુ સમુદાય પર હુમલો થયો છે. સફરજનના બગીચામાં પ્રવેશીને આતંકવાદીઓએ સુનીલ કુમાર ભટ્ટ અને તેમના ભાઈ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સુનિલ કુમાર ભટ્ટનું મોત થયું હતું, જ્યારે તેનો ભાઈ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલા બાદ ફરી એકવાર ઘાટીમાં ગભરાટનું વાતાવરણ અને લઘુમતી હિન્દુ સમુદાયના લોકોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા પર નિશાન સાધ્યું છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
“ભાજપ દ્વારા નિયુક્ત એલજી અસફળ રહ્યા છે. 370 હટાવવામાં આવ્યો કારણ કે તેનાથી કાશ્મીરી પંડિતોને ફાયદો થશે અને શાંતિ રહેશે. કાશ્મીરી પંડિતો વર્ષોની મહેનત પછી પાછા આવ્યા હતા, પરંતુ તેઓ અસુરક્ષિત રહ્યા છે. હવે કાશ્મીરી પંડિતો ઘાટી છોડીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોદી સરકારની નિષ્ફળતાનું આ વધુ એક ઉદાહરણ છે. આની સમગ્ર જવાબદારી ભાજપ અને તેમની સરકારની છે. તેઓ કાશ્મીરી પંડિતોના જીવ બચાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આનો જવાબ દેશના પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આપવો જોઈએ.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તમે મોટા-મોટા દાવા કર્યા હતા, પરંતુ તેમનું શું થયું. દરમિયાન એલજી મનોજ સિન્હાએ શોપિયાંમાં થયેલા હુમલા અંગે દુખ વ્યક્ત કર્યું છે અને આતંકવાદીઓને પસંદ કરીને મારવાની જાહેરાત કરી છે. નેશનલ કોન્ફરન્સના નેતા તનવીર સાદિકે કહ્યું કે આતંકવાદીઓને કારણે બહુમતી સમુદાયના લોકો પણ ડરે છે અને ક્યારેક તેઓ લોકોની મદદ કરી શકતા નથી. કાશ્મીરી પંડિતો ઘાટીમાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં નથી અને તે ચિંતાનો વિષય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓ સફરજનના બગીચામાં ઘૂસી ગયા અને સુનિલ કુમાર ભટ્ટ અને તેમના ભાઈના નામ પૂછ્યા અને તેઓ હિન્દુ હોવાની જાણ થતાં તેમણે ગોળીબાર કર્યો.