ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મંગલભુવન વઢવાણ ખાતે ૧૪મો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ ૧૪૨૫ લાભાર્થીઓને રૂ. ૧.૬૯ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગરીબ કલ્યાણ મેળામાં સંબોધન કરતા જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓનાં લાભ છેવાડાના માનવીને હાથોહાથ પહોંચાડવાનું સબળ માધ્યમ ગરીબ કલ્યાણ મેળો છે. રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયનાં લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક જ છત્ર નીચે બધા જ લાભ કોઇપણ જાતના વચેટિયા વગર સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો નવતર અભિગમ વિકસાવેલો છે. ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આપવામાં આવેલી સહાય વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં જિલ્લાના ૩૪,૬૨૧ લાભાર્થીઓને રૂ.૭૧.૪૫ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ મંગલ ભુવન ખાતે યોજાનાર આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૧૪૨૫ લાભાર્થીઓને અંદાજીત રૂ.૧.૬૯ કરોડની સહાય હાથોહાથ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગરીબ કલ્યાણ મેળા બાદ પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૨૨૦૩ લાભાર્થીઓને રૂ.૩ કરોડથી વધારેની સહાય અર્પણ કરવામાં આવશે. રાજ્યના ગરીબો સ્વાભિમાનપૂર્વક જીવન જીવી શકે એવી રાજ્ય સરકારની નેમને ગરીબ કલ્યાણ મેળાઓ સાર્થક કરી રહ્યા છે.આ તકે નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળની આપણી રાજ્ય સરકારે જનતા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબો આત્મનિર્ભર અને સ્વાવલંબી બન્યાં છે. આજે છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ પહોંચ્યા છે, જેના કારણે ગુજરાતની પ્રગતિમાં પણ ઉતરોત્તર વધારો થયો છે. આજે વચેટિયાઓની નાબૂદી સાથે લાભાર્થીઓને તેમના લાભો સીધેસીધા બેંકખાતામાં જમા થઈ મળી રહ્યા છે. વધુમાં, તેમણે ઉપસ્થિત તમામ લોકોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું. ગરીબ કલ્યાણ મેળા વિશેની ફિલ્મ અને લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.ગરીબ કલ્યાણ મેળાના સ્થળે આરોગ્ય શાખા, સમાજ સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પશુપાલન, ખેતીવાડી સહિતના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ મારફતે લોકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યાં હતાં. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ.જાલંધરા, વઢવાણ પ્રાંત અધિકારી શ્રી નિકુંજ ધુળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલન રાવ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मैच फिक्सिंग' पर क्या फंस जाएंगे राहुल गांधी? भाजपा ने चुनाव आयोग में की शिकायत, कहा- इनपर सख्त कार्रवाई हो
Lok Sabha Election 2024 लोकसभा चुनाव की घोषणा के बाद से विपक्ष और भाजपा में वार-पलटवार की...
नागमणि का लालच देकर आरोपियों ने एक युवक को उतारा मौत के घाट एक को किया घायल,तीन आरोपी गिरफ्तार
फरियादी अनूप सिंह पिता राम नगीना सिंह उम्र 30 साल निवासी...
জিলা দিৱস উপলক্ষে ৬ চেপ্তেম্বৰত বৃহত্তৰ গড়মূৰ উন্নয়ন সমিতিৰ বাৰেৰহনীয়া চাইকেল শোভাযাত্ৰা
জিলা_দিৱস" উপলক্ষে ৬ চেপ্তেম্বৰত বৃহত্তৰ_গড়মূৰ_উন্নয়ন_সমিতিৰ বাৰেৰহনীয়া চাইকেল শোভাযাত্ৰাৰ...
ડીસામાં વંચિત રહેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નું ખાતમૂર્ત કરાયું
ડીસા શહેરમાં અગાઉ સરકાર દ્વારા શહેરમાં ભૂગર્ભ ગટર બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં કરોડો...
પ્રતાપપુરા ગામે જલારામ જયંતિને અનુલક્ષીને વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે શ્રી જલારામ બાપાની 123 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધાર્મિક...