સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો તથા માર્ગદર્શન સરળતાથી મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સુરેન્દ્રનગર જિલ્લામાં આજરોજ મંગલ ભુવન, વઢવાણ ખાતે ૧૪મો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળામાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારની જનલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.આ તકે ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત Day – NRLM યોજના અન્વયે વઢવાણ તાલુકાના રૂપાવટી ગામનાં રહેવાસી અને રૂપાવટી ગ્રામ સખી સંગઠનને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂ. ૦૬ લાખની ફાળવણી કરવામાં આવી હતી. આ સંગઠનનાં બહેનો દ્વારા અથાણાં, પાપડ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. જેનું વેચાણ કરી બહેનો આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ બની રહ્યા છે.આ ગ્રામ સંગઠનમાં સમાવિષ્ટ મનીષા મિશન મંગલમ જૂથમાં મંત્રીશ્રી અને બેંક મિત્ર તરીકે કામગીરી કરતાં શ્રી મનીષાબેન ચાવડા સરકાર પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરતા હર્ષભેર જણાવ્યું હતું કે, “અમે અમારા સખી મંડળમાં અથાણા, પાપડ જેવી વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરીએ છીએ. અમારા મંડળ શરૂ થયાના માત્ર છ મહિના બાદ જ અમને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૩૦,૦૦૦/- મળ્યા હતા. આજે અમને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂ. ૦૬ લાખની ફાળવણી સીધી બેંક ખાતામાં કરવામાં આવી છે. અમે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છીએ, જેની ખુશી છે. આ માટે હું સરકારનો ખુબ ખુબ આભાર માનું છું.”ઉલ્લેખનીય છે કે, આ ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ ૧૪૨૫ લાભાર્થીઓને રૂ. ૧.૬૯ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं