આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ગોધરા, નગર પાલિકા ગોધરા અને ભાજપ પરિવાર ગોધરા દ્વારા શહીદો કો સલામ એ અંતર્ગત દેશભક્તિના ગીતોની સંગીત સંધ્યાનું આયોજન મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. તરાના ગ્રુપ હાલોલના ડોક્ટર પ્રારંભમાં શરૂઆતમાં શરૂઆતમાં નિરાલી સોની તથા તેમની ટીમ દ્વારા દેશભક્તિના ગીતો સુમધુર સંગીતના સથવારે રજૂ કરવામાં આવ્યા. શહીદોના માનમાં મૌન પાળવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવના લાયન્સ ક્લબના ચેરમેન કેતકી સોનીએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની માહિતી આપી હતી. ગોધરાના શહીદ યુવાન શ્યામ રાજકુમાર યાદવ તથા આર્મીમાં ફરજ બજાવતા શોએબ શેખના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે અદભુત કામગીરી કરનાર ડૉ.શ્યામ સુંદર શર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, નગર પાલિકા પ્રમુખ સંજય સોની, કોઠી સ્ટીલ વાળા ફિરદોસ કોઠી, શહેર ભાજપ પ્રમુખ દિલીપ દસાડીયા, મહામંત્રી હિતેશ ભટ્ટ, નગર પાલિકાના મનોરંજન સમિતિના ચેરમેન ઉષ્માબેન પટેલ, નગર પાલિકાના સભ્યો, લાયન્સ ક્લબના સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના હેમંત વર્મા, મહેબૂબ બક્કર, તાહિર ભટુક દ્વારા કામગીરી કરવામાં આવી હતી.