દેશ આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે વડોદરાને વ્યાયામનો વારસો ગાયકવાડી શાસનકાળથી મળ્યો છે. આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં થનારી 36મી નેશનલ ગેમ્સમાં મલખંભનો સમાવેશ થઇ રહ્યો છે. 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની જે મલખંભની ટીમ મેદાનમાં ઉતારવાની છે એ માટે પસંદ થયેલા યુવાનો અને યુવતીઓની ટીમના તમામ રમતવીરો વડોદરાના છે. હાલમાં શહેરમાં યોજાયેલી ગુજરાતની ટીમની પસંદગી માટેની સ્પર્ધાઓમાં યુવાનો અને યુવતીઓ કુલ બારેબાર ખેલાડીઓ વડોદરાવાસી છે ગુજરાત પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ રહ્યું છે.
- 36 મી નેશનલ ગેમ્સમાં મલખંભનો સમાવેશ
- તમામ ખેલાડી વડોદરાવાસી
- જીમ્નાસ્ટીક અને યોગ વિદ્યાના સમન્વય
- 12 ખેલાડી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
- સ્વદેશી રમત આંતર રાષ્ટ્રીય રમતોત્સવ સુધી પહોંચશે
આ 36માં રમતોત્સવમાં રાજ્યો અને સંઘ પ્રદેશોના ખેલાડીઓ પદકો જીતવા મેદાને પડવાના છે. ગુજરાત રાજ્ય મલખંભ મંડળના સચિવ રાહુલ ચોકસીએ જણાવ્યું અમે મલખંભને રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાવી લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દિલથી આભાર માનીએ છીએ જીમ્નાસ્ટીક અને યોગ વિદ્યાના સમન્વય જેવી આ રમતને વડોદરાએ ચેતનવંતી રાખી છે. નેશનલ ગેમ્સમાં તેના અને યોગાસનના સમાવેશથી ખેલાડીઓ અને મંડળો ખૂબ પ્રોત્સાહિત અને આનંદિત થયાં છે.
એક દિવસની ટીમ પસંદગીની પ્રક્રિયામાં વડોદરા અને દાહોદની વ્યાયામ સંસ્થાઓના 50 મલખંભ નિપુણ ખેલાડીઓએ ભાગ લીધો જેમાંથી યુવાનો અને યુવતીઓની ટીમ પસંદ કરવામાં આવી છે જે ટીમ ગુજરાત તરીકે ઉપરોક્ત રમતોત્સવમાં હરીફાઈ કરશે.આ આગવી સ્વદેશી રમતને આંતર રાષ્ટ્રીય રમતોત્સવ સુધી પહોંચાડવાનો માર્ગ ખુલ્યો છે.