પાલનપુરમાં ગુરૂવારે કોલેજ કંમ્પાઉન્ડ વિસ્તારમાં જાહેર નાનાભાઈની હત્યા માં હત્યારા ભાઇ-ભાભીને પોલીસે શુક્રવારે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં રહેતા ગોપાલભાઇ ઇશ્વરભાઇ દેવીપૂજક ગુરૂવારે બપોર આરોગ્યધામ પાછળ કોલેજ કંમ્પાઉન્ડ વિસ્તારમાં ભંગારની લારી લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે વડગામ તાલુકાના પરખડી ગામે રહેતા તેમના મોટાભાઇ અશોકભાઇ ઇશ્વરભાઇ દેવીપૂજક અને ભાભી રમીલાબેન ત્યાં આવ્યા હતા.

તે દરમિયાન અશોકે તેની પાસે રહેલી ગુપ્તીથી ગોપાલભાઇ ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે મૃતકની પત્નિ ઉષાબેને નોંધાવેલી ફરિયાદમાં હત્યા પાછળ જુદાજુદા 4 કારણો જણાવ્યા હતા. જેમાં ગોપાલ જાતે મજૂરી કરી પત્નિ, બે પુત્રો- બે પુત્રીઓનું ગુજરાન ચલાવતો હતો. પત્નીને બહાર મજૂરી માટે મોકલતો ન હોઇ ભાભી કેમ મજૂરીએ મોકલતો નથી તેમ કહીં વારંવાર ઝઘડા કરતી હતી. અગાઉ પરિવારમાં મૃત્યુ પ્રસંગની અદાવત રાખતા હતા. દાદાએ આપેલા બકરા બાબતે ઝઘડા કરતા હતા. તેમજ મફતપુરા વિસ્તારમાં આવેલા વાડા બાબતે પણ માથાકૂટ થતી હતી. ઘટના અગાઉ અશોક તેની સાસરી પરખડી જઈ પત્નિ સાથે આવીને ભાઇની હત્યા કરી હતી. પોલીસે શુક્રવારે બંને પતિ- પત્નીની અટકાયત કરી હતી.

 આ અંગે પૂર્વ પોલીસ મથકના પી.આઇ. એસ.એમ.પટણીએ જણાવ્યું હતું કે, હત્યામાં વપરાયેલી ગુપ્તી કબ્જે લેવાઈ છે. આરોપીને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.