*_ચેક લખીઆપી પૈસા નહિ આપનાર વિરૂદ્ધ ગળતેશ્વર કોર્ટ નો વધું સીમાચિન્હ ચુકાદો :-_* ગળતેશ્વર તાલુકા ના વાડદ ગામે રહેતા અને શિક્ષક તરિકે ફરજ બજાવતા મલેક સાદિકમહંમદ હુસેનમિયાં નું પરિચય નડિયાદ ના મોમીન ગુલામમુસ્તુફા (સામાજિક કાર્યકર) સાથે થયેલ અને આ ગુલામમુસ્તફા પોતે ઉર્દુ એકેડમી ગાંધીનગર ના સભ્ય અને અલ્પ સંખ્યક નાણાં નિગમ ના પુર્વ અધ્યક્ષ શ્રી મહેબૂબઅલી સૈયદ સુફી ના પર્સનલ આસીસ્ટન હોવાની ઓળખ આપી ફરિયાદી સાદિક માસ્તર સાથે મિત્રતા કેળવી નજીકના સબંધો બધેલા.. ત્યારબાદ વર્ષ 2018 માં આરોપી મોમીન ગુલામમુસ્તફા એ ફરિયાદી સાદીક મલેક પાસેથી મિત્રતા ને નાતે થોડા થોડા કરીને રૂ.10.લાખ હાથ ઉછીના લીધેલા અને તે રકમ ની અવેજ માં આરોપી એ ફરિયાદી ને રૂ.10.લાખ નો ચેક લખી આપેલ, જે ચેક ફરિયાદી ઘ્વારા બેંક માં રજુ કર્તા ચેક સ્વિકરાયા વગર પરત ફરેલ. જે અંગેની ફરિયાદ સાદીક મલેક એ નામ. ગળતેશ્વર કોર્ટ માં સી.સી.નં.595/2019 થી દાખલ કર્તા તે કેશ ચાલી જતાં તે કામે નામ.કોર્ટે ફરિયાદ પક્ષેના *એડવોકેટ* *તસ્લીમ મલેક (ઠાસરા)* ની દલીલો અને રજુ કરેલા પુરાવા ગ્રહિય રાખી નાંમ. ગળતેશ્વર કોર્ટે તા 27/9/2024 ના રોજ ખુલી અદાલત માં કેશ ના કામે આખરી હુકમ ફરમાવી આરોપી મોમીન ગુલામ મુસ્તુફા ને દોઢ વર્ષ ની કેદ ની સજા અને હુકમ થયે થી બે માસમાં ચેક ની રકમ નાં રૂ.10.લાખ ફરિયાદી ને વળતર પેટે ચૂકવી આપવા, અને આ રકમ ના ચૂકવે તો આરોપી ને વધુ બે માસ ની સજા નો હુકમ કરવામા આવ્યો હતો...

રિપોર્ટર,  અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.