રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના કમિશનરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૦૨૪ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (IPS) , સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી હતી.આ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસની હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સ્પર્ધકોએ ખુબજ ઉત્સાહભેર તમામ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની અદભૂત કલાઓના કામણ પાથર્યા હતા.જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે શ્રી સાધના વિદ્યાલય – ધ્રાંગધ્રા, દ્વિતીય ક્રમે શ્રી આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ-સુરેન્દ્રનગર અને તૃતીય ક્રમે શ્રી કે.પી.ગર્લ્સ હાઇસ્કૂલ-વઢવાણ વિજેતા થયા હતા.અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમે શ્રી સરકારી ઉ.મા.શાળા – સરલા વિજેતા થયા હતા. તેમજ રાસ હરીફાઈમાં પ્રથમ ક્રમે શ્રી ગોવાળિયો રાસ મંડળ -સુરેન્દ્રનગર, દ્વીતીય ક્રમે પંચાળા રાસ મંડળ - રતનપર અને તૃતીય ક્રમે માલધારી રાસ મંડળ, જોરાવરનગર વિજેતા થયા હતા.વિજેતા થયેલ તમામ કલાગૃપોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને વિજેતા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર કલાગૃપો આગામી સમયમાં આયોજીત થનાર રાજય કક્ષાના નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહીલ દ્વારા સ્વાગત પ્રવચન તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. આ તકે શાળા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન કરતું પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ કલાગૃપો સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે જયપાલસિંહ ઝાલા- વરવાળા, કીર્તીદવસિંહ ગોહીલ – ભાવનગર, શ્રધ્ધાબેન ટીલવા -જામનગર દ્વારા ખુબજ ઉમદા અને તટસ્થ સેવાઓ આપવામાં આવી હતી. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના મમતાબેન પંડિત, પ્રકાશસિંહ ગોહિલ, રોહિતસિંહ પરમાર અને જયરાજસિંહ જાદવ તેમજ તમામ તાલુકાનાં કન્વીનરશ્રીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગિરીશભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું.આ કાર્યક્રમમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ(IPS) ના સર્વે ટ્રસ્ટીશ્રીઓ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી વિક્રમસિંહ જાદવ, શ્રી ચંદ્રકાંતભાઈ દશાડીયા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાજેન્દ્રભાઈ મ્હોડ, વર્સેટાઈલ વાઈબ્સના શ્રી પ્રેરણા દવે તેમજ જિલ્લા બહારથી આવેલ તજજ્ઞ એવા નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं