ગુજરાતમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈને ૩૧મી ઓક્ટોબર સુધી જનભાગીદારી સાથે યોજાનાર છે. ત્યારે સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ “ પખવાડિયા અંતર્ગત “સફાઈમિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ)“ થીમ અન્વયે સફાઈ કર્મચારીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ, સફાઈ વાહકોની સુરક્ષા અને આરોગ્યની દરકાર લઈ સફાઈ કર્મીઓ માટે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક સફાઈ કર્મચારીઓના આરોગ્યલક્ષી મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કેમ્પમાં સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા સફાઈ કર્મચારીઓના આરોગ્યને રક્ષણ આપવા માટે માસ્ક, હાથ-મોજા, એપ્રોન, સાબુ, નેપકીન, હેન્ડવોશ, ગમબુટ વગેરે જેવા સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અન્વયે સ્વચ્છતા અંગે જન જાગૃતિ કેળવાય અને જિલ્લામાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપી કાયમી જળવાય રહે તે માટે જુદા જુદા દિવસોમાં સ્વચ્છતા અભિયાન અર્થે લોક જાગૃતિ કાર્યક્રમો, સફાઈ મિત્રો સન્માન, શિબિરો, વોલ પેઇન્ટિંગ સહિતનાં કાર્યક્રમોથી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जल्द नए कलर ऑप्शन में आएगा 100W चार्जिंग सपोर्ट और 16GB रैम वाला OnePlus 12 ये हैं खूबियां
Oneplus 12 जल्द ही अपने कस्टमर्स के लिए एक नए कलर ऑप्शन की लाने की तैयारी में है। आपको बता दें कि...
Israel Hamas War: एक मां जो पीएचडी करने यूके गईं, पर उनके बच्चे ग़ज़ा में फंस गए (BBC Hindi)
Israel Hamas War: एक मां जो पीएचडी करने यूके गईं, पर उनके बच्चे ग़ज़ा में फंस गए (BBC Hindi)
Gujarat Assembly Election: કેજરીવાલ સત્તા મેળવવા માગે છે કે કોંગ્રેસને નુકશાન કરવા - Prashant Dayal
Gujarat Assembly Election: કેજરીવાલ સત્તા મેળવવા માગે છે કે કોંગ્રેસને નુકશાન કરવા - Prashant Dayal
મંત્રી પ્રદિપસિંહ પરમારે કોઠ ગણેશજી ના દર્શન કર્યા
ધોળકા તાલુકાના કોઠ ગામ સ્થિત દેશનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે વિરાજમાન, સ્વયંભૂ પ્રગટેલા...
बिजली चोरी के खिलाफ भाजपा सरकार पर क्यों भड़के विधायक अशोक चांदना।
नमाना.टारगेट करना है तो मुझे करो, जनता को नहीं'...क्यों भड़के कांग्रेस विधायक अशोक चांदना?...