ડીસામાં હિંગળાજ મંદિરની સામે આવેલ રીલીફ પેથોલોજી લેબોરેટરીમાં બેટરી બ્લાસ્ટ થતાં લાગી આગ લાગી છે. લેબોરેટરીમાં ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની બેટરી મૂકી હતી જે અચાનક બ્લાસ્ટ થઇ હતી. આગ લાગતા લેબોરેટરીમાં નુકસાન થયું છે. જોકે, સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નથી.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ડીસા હાઈવે પર હિંગળાજ માતાના મંદિરની સામે આવેલ ડોક્ટર અંકિત કેલાની હોસ્પિટલ નીચે આવેલી રીલીફ પેથોલોજી લેબોરેટરીમાં અચાનક આગ લાગી હતી.

લેબોરેટરીમાં ચાર્જિંગમાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિકલ ટુ-વ્હીલરની બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સર્જાતા અંદર રહેલ સ્ટાફના એક વ્યક્તિએ ગુમાબૂમ કરતા તેને ઇમર્જન્સી વિન્ડોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે બ્લાસ્ટના કારણે આગ લાગતા લેબોરેટરીને મોટું નુકશાન થયું હતું. સવારનો સમય હોવાથી દર્દીઓની સંખ્યા નહીવત હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

આ અંગે લેબોરેટરી સંચાલક ચંદુસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અંદર ચાર્જિંગમાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિકલ વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. બેટરી ખામીયુક્ત હોવાની અગાઉ પણ કંપનીને જાણ કરી હતી.