ભારતીય કૃષિ અનુસંશાધન પરિષદ, નવી દિલ્હી દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ અંતર્ગત ખેડૂત સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી તારીખ 23 થી 28 સપ્ટેમ્બર, 2024 દરમિયાન આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, થરાદ ખાતે એક દિવસીય ખેડૂત પરિસંવાદનું આયોજન માન. સંસદસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને તારીખ 26 સપ્ટેમ્બર, 2024 ના રોજ થરાદ ખાતે યોજવામાં આવ્યો હતો. કૃષિ મહાવિદ્યાલય, થરાદના આચાર્યશ્રી ડૉ. આર. એલ. મીના અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના વડા શ્રી પી. બી. સિંહ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકારી પ્રોગ્રામ વિશે માહિતગાર કરવામા આવ્યા હતા ત્યાર બાદ શ્રી એમ. પી. ચૌધરીએ સરહદી વિસ્તાર ના ખેડૂતોને ખેતી પાકો જેવા કે દિવેલા, જીરૂ, ઘઉં વગેરેમાં નવી સંશોધિત બિયારણનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અપનાવવા જણાવ્યું હતુ માન. અધ્યક્ષશ્રીએ તેમના વક્તવ્યમાં બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી અને પશુપાલન જ છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે જણાવ્યું હતું તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવેલ તેમજ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં રહી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા જણાવ્યું હતુ કાર્યક્રમને અંતે ડૉ. વી. કે. પટેલ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं