કાલોલ શહેર સ્થિત ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠા થી ત્રસ્ત સ્થાનિક સોસાયટીના યુવા રહીશો આજરોજ જીઇબી કચેરી ખાતે મોટી સંખ્યામાં લેખીત રજુઆત સાથે ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટી ના રહીશો છેલ્લા ઘણા વર્ષો થી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની હાલાકી ની સામનો કરી રહ્યા છે. વારંવાર વીજળી ની આવન- જાવન ને લીધે તેમના વીજ ઉપકરણો જેવા કે ફ્રિઝ,ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો ખોટકાઈ જાય છે જેને લીધે આર્થિક નુકસાન નો સામનો કરવો પડતો હોય છે.વધુ માં તેઓને ગ્રામ્ય વિસ્તાર ડેરોલ ની ફીડર લાઈન માં થી વીજ પુરવઠો આપવામાં આવે છે જ્યારે તેમની પાસે શહેરી વિસ્તાર નો ચાર્જ વસૂલવામાં આવે છે જેથી કાં તો શહેરી વિસ્તાર નો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે અથવા ગ્રામ્ય વિસ્તાર ના ચાર્જ વસૂલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.અગર વહેલીતકે કોઈ નિરાકરણ લાવવામાં નહિ આવે તો અત્યાર સુધી શહેરી વિસ્તારનો ચાર્જ ભરવામાં આવ્યો તે માટે વળતર માટેનો કેસ કોર્ટ માં દાખલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.