તળાજા તાલુકાના પાવઠી ગામે શેરીમાં રમતા બાળકો વચ્ચે રકઝક થતા મામલો મોટે સુઘી પહોંચતા જીતુભાઈ ડાભી નામના વ્યક્તિ તેઓને ઠપકો આપવા જતા સામેવાળી વ્યક્તિએ ક્રોધના આ વેગમાં છાતીના ભાગે ભોકી દેતા કરુણ અંજામ આવ્યો.

       મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના પાવઠી ગામે રહેતા બે પાડોશીના બાળકો વચ્ચે રમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા ને લઇ શેરીમાં રહેતા જીતુભાઈ ડાભી નામના વ્યક્તિ તેમની પડોશમાં રહેતા વ્યક્તિને આ અંગે ઠપકો આપવા ગયા હતા, પરંતુ સામેવાળા વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈને જીતુભાઈ પર છરી વડે છાતીના ભાગે ઘાતકી પ્રહાર કરતાં લોહી લુહાણ હાલતે રમેશભાઈ ને તળાજાની સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા પરંતુ ત્યાં મૃત જાહેર થતાં તેઓને તાત્કાલિક ધોરણે ભાવનગરની સરકારી સરતખતસિંહજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને લઇ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી