રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરીના મહિના બાકી રહ્યા છે જેને લઇ તમામ રાજકીય પક્ષો બેઠકો, સભાઓ ,સંમેલનો કરી રાજકારણમાં સક્રિય જોવા મળી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી દિવસને દિવસે ગુજરાતમાં પુરઝડપે વિસ્તરી રહી છે, તો બીજી તરફ આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનું પ્રવાસ ખેડી રહ્યા છે જુદા-જુદા જિલ્લાઓમાં સભાઓ ગજવી રહ્યા છે.

ગુજરાત મિશન 2022 વિધાનસભાની ચૂંટણીને પાર પાડવા AAPએ કમર કસી છે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ કચ્છ પ્રવાસે હતા જયાં તેમણે સભા સંબોધિ હતી જેમાં તેમણે કહ્યુ કે દિલ્હીના પહેલા ગુજરાત જેવા હાલ હતા દિલ્હીમાં અમે 18 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને એક નવી ઉર્જા આપી છે ગુજરાતમાં પણ અમે સરકારી શાળાઓ સારી કરીશું દેશની પ્રગિત માટે શિક્ષણ ક્ષેત્રેનું સૌથી વિશેષ ફાળો છે.

અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં જણાવ્યુ દિલ્હીમાં અમે બે-ત્રણ વસ્તુઓ કરી જેનાથી આજે લાખો પરિવારમાં ખુશીનો મોજું ફરી વળ્યુ છે દિલ્હીમાં અમે શાળાઓ એટલી સારી કરી દીધી કે ખાનગી શાળાઓમાંથી દિલ્હીમાં ગતવર્ષે 4 લાખ બાળકોએ ખાનગીશાળામાંથી ડ્રોપ આઉટ લઇ સરકારી શાળામાં નામ લખાવ્યો હતુ સરકારી શાળાનું ગત વર્ષનું દિલ્હીનું પરિણામ 99.7 હતુ અમે છેલ્લા 7 વર્ષમાં દિલ્હીમાં સરકારી શાળાઓને સારા કર્યા અને ખાનગીશાળાઓ દ્રારા ફી વધારવાની ગુડાંગીરીને નાબુદ કરી છે.