કાલોલ ના જાગૃત નગરજનો દ્વારા હાલોલ શામળાજી ટોલ રોડ ના મેનેજર ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમા ચોમાસામાં ભારે વરસાદના કારણે હાલોલ- શામળાજી ટૉલ રોડ જે કાલોલ નગરમાંથી પસાર થાય છે તે સદંતર તૂટી ગયેલ છે. આખા નગરમાં ઠેરઠેર ખાડા જ છે. ચોમાસા પહેલા રિસરફેસિંગનું કામ કરેલ હતું જે ખૂબ જ હલકી ગુણવત્તાનું હોવાથી સિઝનના પહેલા જ વરસાદે રોડ ધોવાઈ ગયો અને ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે. ચાલુ વરસાદે અને છૂટક માત્ર ઝીણી કપચી નાખી થિંગડા મારવાનું કામ કરેલ છે તે પણ સાવ ધોવાઈ ગયું છે અને હવે તો ધૂળની ડમરીઓ પણ ઉડે છે. આમ, કાલોલ નગર અને ત્યાંથી પસાર થતા નાગરિકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ભયજનક છે. ફેફસા અને આંખોને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત ઠેરઠેર ખાડાઓ અને તૂટેલા રસ્તાને કારણે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. આમ, સામાન્ય જનતાને આ રોડથી જીવનું જોખમ ઉભું થયેલ છે. ઉડતી ધૂળ થી સ્વાસ્થ ને પણ જોખમ વધી રહ્યુ છે.તૂટેલા રોડ પર વાહનો ડિસ્કો કરતા હોય તે રીતે પસાર થઈ રહ્યા છે અને એમાં સવાર યાત્રીઓ અને ડ્રાયવરોના કરોડરજ્જુ માટે ખૂબ જ મોટું જોખમ ઉભું થયું છે. દ્વિચક્રી વાહનચાલકો માટે તો આ યમરાજાના વાહન પર સવાર કરવા જેવી સ્થિતિ છે. આથી જનહિતમાં યુદ્ધના ધોરણે આખો રસ્તો નવો જ બનાવવામાં આવે તે અનિવાર્ય છે. રીપેર કરેલું કામ હવે લાંબુ ચાલે તેવું રોડ જોઈને લાગતું નથી. આથી સામાન્ય જનતાની માંગ છે કે સત્વરે કામ શરૂ થાય અને રોડ નવો બને. ઉપરાંત ગુણવત્તાયુક્ત રોડ બને તે આવશ્યક છે. ભ્રષ્ટાચાર મુક્ત કામ કરી દેશની જનતા અને દેશની પ્રગતિમાં આપનો સાથ સહકાર આપવા માંગ કરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વધુમા કામ શરૂ કરવામાં નહીં આવે અને જો કોઈ અકસ્માત થશે તો આપની ઉપર જ FIR દાખલ કરી હત્યા કરવાના દોષિત તરીકે ગુન્હો દાખલ કરવામાં આવશે તેવી ચીમકી આપી છે.જોકે કાલોલ પોલીસ દ્વારા પણ લેખિત મા આ બાબતે ટોલ રોડ મેનેજર ને જણાવવામાં આવ્યું છે. સત્વરે આ રોડ નુ નિરાકરણ નહિ આવે તો રોડ બંધ કરવા સુધીની તૈયારી હોય રોડ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. કાલોલ મામલતદારને પણ આવેદન આપી ઘટતા પગલા લેવા માંગ કરી છે.