રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. જેને લઇ ચૂંટણીના પડધમ જોરશોરથી વાગી રહ્યા છે.ચૂંટણીને જોતા તમામ રાજ્કીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહ્યા છે, ચૂંટણીના ટાણે કોંગ્રેસની સ્થિતિ દિવસેને-દિવસે એક સાંધે તેર તૂટે જેવી નિર્માણ પામી છે તે વચ્ચે કોંગ્રેસ દ્રારા વિધાનસભાની ચૂંટણી અંગે 3 દિવસીય રણનિતી બેઠક કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાતના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતની અધ્યક્ષસ્થાને મળવા જઇ રહી છે.

અશોક ગહેલોત આજે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આવશે ત્યાર કોંગ્રેસ નેતાઓ, અને કાર્યકરો સાથે મુલાકાત કર આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા-વિચારણા કરશે અશોક ગહેલોત રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્ય નિરીક્ષક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.અને 2017માં ગુજરાતના પ્રભારી તરીકે પણ રહી ચુક્યા છે તેઓ આજે કચ્છ અને સૌરાષ્ટ્રની 54 બેઠકોનું મુલ્યાકન કરી બેઠકોની પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી ચૂંટણી અંગે રણનિતી ઘડશે

ગુજરાતમાં કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગહેલોત 16થી 18 ઓગસ્ટ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક કરશે તમામ નેતાઓ ,ધારાસભ્ય, હોદ્દેદારોથી ચૂંટણી લક્ષી બેઠકો કરશે આ આગઉ છત્તીસગઢના નેતાઓમાં ટી.એસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેમાં ભાજપ, કોંગ્રેસ સાથે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાને છે જેને લઇ કોંગ્રેસ મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સ્તરેથી એક બાદ એક નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે