શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમુહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે વર્ષોથી ચાલતી પ્રણાલીકા મુજબ પ્રક્ષાલન વિધિ વર્ષમાં એક વાર અંબાજી મંદિર ખાતે કરવામાં આવતી હોય છે. જ્યારે ચોક્કસથી કહી શકાય કે હાલમાં તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજાયો હતો. અને ભાદરવી મહામેળા બાદ આજે આ પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આ પ્રક્ષાલન વિધિમાં જોડાયા હતા.ચોક્કસથી કહી શકાય કે વર્ષોથી ચાલી આવતી પ્રણાલીકા મુજબ અમદાવાદનો સોની પરિવાર અંબાજી ખાતે મા અંબાના સોના ચાંદીના દાગીનાના આભૂષણ સહિત આરતી થાળની સાફ-સફાઈ કરતા હોય છે.નદીઓના પવિત્ર નિરથી મા અંબાના મંદિરની પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો આ વિધિમાં જોડાતા હોય છે. જ્યારે ચોક્કસથી કહી શકાય કે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ ને લઇ બપોરે 1:00 વાગ્યા બાદ અંબાજી મંદિર ભક્તો માટે બંધ કરાયું હતું. અને સાંજની આરતી રાત્રે 9:00 કલાકે અંબાજી મંદિરમાં યોજાશે સાથે જ કહી શકાય કે આવતીકાલથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી