૨૯ સપ્ટેમ્બર ના દિવસને "વિશ્વ હૃદય દિવસ" તરીકે ઉજવવામાં આવે છે જેમાં હૃદય ની જાળવણી માટે ક્યાં ક્યાં પગલાંઓ લઈ શકાય અને સારું આરોગ્ય તમારા જીવનમાં ખૂબ જરૂરી છે તે સમજાવવા માટે આ દિવસે અલગ અલગ કાર્યક્રમોના આયોજન થતા હોય છે. 

આ ઉપક્રમે આગામી ૨૯ સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ ખાતે ૧૦ કિમિ હેલ્થ રનનું એક ખાસ આયોજન જાણીતી રમત ગમતના સાધનો બનાવતી કંપની ડીકેથલોન દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

આ કાર્યક્રમમાં અમદાવાદના કોઈપણ નાગરિકો ભાગ લઈ સ્વસ્થ હૃદત પ્રત્યે પોતાની જવાબદારી સમજી અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરશે. 

આ કાર્યક્રમમાં વિવિધ સામાજીક સંસ્થાઓ, હોસ્પિટલો અને હૃદય રોગથી બચવા માટે ક્યાં ક્યાં ઉપાયો થઈ શકે તે વિષયના નિષ્ણાંત તબીબો અને જાણકારો જોડાશે અને ભાગ લેનાર સૌને યોગ્ય માહિતી આપશે સાથે જ ડીકૅથલોન દ્વારા ભાગ લેનાર સૌને મેરેથોન માટે જરૂરી માર્ગદર્શન, કીટ અને વિવિધ ઇનામો પણ આપવામાં આવશે. 

આ હેલ્થ રન ડીકૅથલોન મોટેરા વિસ્તાર થી શરૂ કરવામાં આવશે અને દસ કિલોમીટર ના નિયત ટ્રેક માં ચાલશે જેમાં ૧૫૦૦થી વધુ  બાળકો, યુવાઓ અને સિનિયર સીટીઝન પણ જોડાશે. 

આ હેલ્થ રનમાં તમે પણ ભાગ લઈ શકો છે જેના માટે આપે ડીકૅથલોનની ઓફિશિયલ વેબસાઈટ અને એપ ડીકૅથલોન પ્લેય પર થી થઈ શકશે. 

આજે યોજાયેલ પ્રેસ વાર્તામાં ડીકેથલોન ના ડિપાર્ટમેન્ટ મેનેજર આયુષમાન સાહુ,જીમ લોન્જ ના આશિષ શર્મા, મેસિકસટી ના બિન્દલ ચોપરા, કે.ડી હોસ્પિટલ ના હિમાંશુ શર્મા રેસ ડાયરેકટર વિષ્ણુ કામલિયા અને રેસ એમ્બેસેડર મૌલિક શાહે આગામી દિવસોમાં યોજાનારી ૧૦ કિમિ હેલ્થ રન વિશે માહિતી આપી હતી. 

તમારા હૃદય ની સારસંભાળ અને તમારા દ્વારા અન્ય લોકો પણ પ્રભાવિત થાય તે માટે આ હેલ્થ રનમાં જોડાવા ડીકૅથલોન દ્વારા અમદાવાદની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.