હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે 16મીએ ભારે વરસાદની આગાહી થઇ છે,આ બધા વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે દેમાર વરસાદ શરૂ થતા સવારમાં લોકો અટવાયા હતા. વરસાદને કારણે અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે.
આજે સવારે અમદાવાદમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રાજ્યમાં આજે 16 ઓગસ્ટે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ઉપરાંત પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે.
17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સોમવારે વરસાદ શરૂ થયો હતો જે આજે મંગળવારે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
છેલ્લા 18 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
આમ રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.