ઇન્સેન્લી ઇન્ડિપેન્ડન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી સેવા પ્રોજેક્ટ હાથ ધરાયો

      આ પ્રોજેક્ટ ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી કાર્યરત હતો, ઇન્સેન્લી ઇન્ડિપેન્ડન્સના 400 મેમ્બરોએ આ કાર્યમાં સહયોગ આપ્યો, આ પ્રોજેક્ટમાં સૌ કોઈએ ફાળો આપીને ગાંધીધામ મેઇન માર્કેટ વિસ્તારમાં જે લોકો ફૂટપાથ ઉપર દિવાળીને લગતી ચીજ વસ્તુઓ વેચાણ કરી રહ્યા હતા અને જેમની પાસે ઓનલાઇન ખરીદી તથા મોટી મોટી દુકાનો ના કારણે કોઈ ચીજ વસ્તુઓ લેવા આવતું ન હતું ,તેવા લોકો પાસેથી ચીજ વસ્તુઓ ખરીદવામાં આવી અને એવા જરૂરિયાતમંદ લોકોની નિરાશા દૂર કરવામાં આવી. આ ઉપરાંત અંતમાં બધા લોકોને મીઠાઈ પણ આપવામાં આવી તથા નાના બાળકોમાં ફ્રુટ વિતરણ કરાયું આમ ઇન્સેન્દી ઇન્ડિપેન્ડન્સ ટીમ દ્વારા મારી દિવાળી સૌની દિવાળી સૂત્ર સાર્થક કરાયું આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી ઇન્સેન્લી ઇન્ડિપેન્ડન્સ ટીમના ફાઉન્ડર પ્રિયંકા ભોજવાણી ,ફાઉન્ડર ડોક્ટર સુનિતા દેવનાની અને કૉ. ફાઉન્ડર ગોપિકા રોચીરામાણીએ સંભાળી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા મયંક ગોયલ, પ્રિયંકા ,મિહિર ઠક્કર ,ભવિષા ઠક્કર, ઇન્દુ કેશવાની ,કવિતા રામચંદાણી ,સોનિયા ગોપલાણી, જુહી બજાજ, લવિના લખવાની, ભારતી માખીજાણી ,ભગવાન ભોજવાણી, લવિના ભોજવાણી,ભગવતી ભોજવાણી કિશોર લછવાની વગેરેએ જહેમત ઉઠાવી હતી

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*