કહેવાય છેને મિત્રતાની વ્યાખ્યા અલગ જ હોય છે. કેટલીક વખત તમારો ચહેરો, અવાજને એ મિત્રો કહ્યા વગર સમજી જતા હોય છે. મિત્રતાનનો સંબંધ એક અલગ જ રિલેશન છે. એક ફોન કરતા આવી જાય એવા મિત્રો... ખાસ કરીને તમે ઘણી વખત લોકોને કહેતા સાંભળ્યા હશે કે મને સમજી શકે છે તો એ બસ મારો મિત્ર. તમારે કોઈની સાથે લડાઈ ઝઘડો થયો હોયને તો પણ એ સમજી જાય. વાંક આપણો હોય અને આપણો વાંક ન કાઢે એ મિત્ર... પરંતુ હાલ મિત્રતાની વાત ફિલ્મ ફ્રેન્ડો દ્વારા રજુ કરવામાં આવી છે.

ત્યારે હાલમાં આવેલ ગુજરાતી મૂવી ફ્રેન્ડો જેમાં મિત્રતા પર બનેલી એક વાર્તા છે  ગુજરાતના નાનક્ડા એક ગામમાં રહેતા ચાર મિત્રોની મિત્ર પર બનેલી ફિલ્મ છે.ચાર મિત્રો બેરોજગાર છે પણ જીવે છે એકદમ બિન્દાસ્ત... આ લોકોની વાત કરીએ તો એકથી એક એકબીજાથી ચડિયાતા....જે મિત્રતાની એક અલગ વ્યાખ્યાને અને ઓળખ  ઉભી કરે છે. મિત્રતા માટે કઈ કરી બતાવાની એક અલગ કહાણી આ ફિલ્મમાં જોવા મળશે 

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ચારેય એકસાથે સારું જીવન જીવી રહ્યા છે, આ ફિલ્મમાં સાવ નવરા અને નઠારા કહી શકાય એવા ચાર મિત્રોની વાર્તા છે. ચારેય નવરી બજાર મિત્રો કાનો, બકો, જીગો અને લાલો સાથે મળીને ઘણા કાંડ કરે છે. કાનાનું પાત્ર ભજવતા તુષાર સાધુને લગ્ન માટે રાધિકા (ટ્વિંકલ પટેલ) પસંદ આવી જાય છે. ત્યારે બીજા ત્રણેય ફ્રેન્ડો કાનાની મદદ કરે છે અને પછી એક પછી એક કાંડ કરે છે. અને પછી સંડોવાઈ જાય છે એક લોકલ ડોન સાથે. આ ડોન છે બાબલો ચોકબાર (ઓમ ભટ્ટ). ફિલ્મમાં ડોનની એન્ટ્રી પછી ભરપૂર કોમેડી સીન્સ રચાય છે, જોકે  ફિલ્મ જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. 

ફિલ્મની વાત કરીએ તો દરેક પાત્રેએ દમદાર એક્ટિંગ કરી છે. સાથે જ સ્ક્રિપ્ટ પણ મજેદાર હતી. આ ફિલ્મમાં કોમેડીનો પણ ટ્વિસ્ટ ઉમેરવામાં આવ્યો હતો. જેનાથી ફિલ્મ જોવાની એક અલગ મજા પડી જાય છે. 

નોંધનીય છે કે  'ફ્રેન્ડો' ફિલ્મના કાસ્ટની વાત કરીએ તો તેમાં લીડ રોલમાં તુષાર સાધુ છે. તેમની સાથે ટ્વિંકલ પટેલ, કુશલ મિસ્ત્રી, જય પંડ્યા, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ, શિવાની પાંડે, રાગી જાની, પ્રશાંત બારોટ અને જૈમિની ત્રિવેદી સહિતના કલાકારો છે.

મુસ્કાન ન્યુઝ તરફથી આ ફિલ્મને 5 માથી 3 મુસ્કાન આપવામાં આવે છે