ઠાસરા શહેર માં ઈદની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી: 

ઠાસરા શહેર માં ઈદે મીલાદુન્નબી પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા..*

*સમગ્ર વિશ્વને સદભાવના,એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબ (સ.અ.વ.)ના જન્મદિન ઈદોની ઇદ ઇદે મિલાદુન્નબીની ઠાસરા શહેર માં ભારે શાનો-સૌકત અને આન-બાન-શાનથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી . હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા..*

ઠાસરા પંથક માં યંગ કમિટી ઓ દ્વારા પરંપરાગત રીતે ઇદે મિલાદુન્નબીનું ભવ્ય જુલુસ શહેરના હુશેની ચોક મોટાં સૈયદ વાડા નવા બસ સ્ટેન્ડ અમન સોસાયટી બાર ફળીયા થઇ હુસેની ચોક તેમજ ટાવર બજાર હોળી ચકલા થઈ મોટાં સૈયદ વાડા ત્રણ પર નીકળ્યુ હતું..