અંગાડી પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના ગામ અંગાડી ખાતે આવેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે ગલતેશ્વર તાલુકા ના વહીવટી તંત્ર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓનુ લાભ ઘેર બેઠા સ્થાનિક પ્રજાને તેમજ વિવિધ યોજનાઓ ની માહિતી પ્રજાને સરળતાથી મળી રહે તેવા હેતુથી અને તેનો લાભ લોકોને મળે તે માટે રાજ્ય સરકારશ્રીના અભિગમ મુજબ આજરોજ સેવા સેતુ નો કાર્યક્રમ ગલતેશ્વર તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી પ્રદિપસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું . જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેડા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ટી .એમ. મકવાણા સાહેબ. ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા સેતુ કાર્યક્રમ મા ઉપસ્થિત તમામ અધિકારીઓને આ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપી રાજ્ય સરકારશ્રી વિવિધ યોજનાઓનીસહવિસ્તુત માહિતી આપી હતી અને પ્રજાને તેનો લાભ લેવા જણાવ્યું હતું
આ કાર્યક્રમમાં. તાલુકા વિકાસ અધિકારી શ્રી. સર્કલ ઓફિસર. ઇમરાન ભાઈ . નાયબ મામલતદાર એટીવીટી શ્રી એમ. એમ .પઠાણ. ફોરેસ્ટ અધિકારી. વન વિભાગ ગલતેશ્વર. એ .આર. ઝાલા.. આરોગ્ય શાખામાંથી. સી .એચ .ઓ સાગરભાઇ પરમાર .સીએચઓ હેમાંગીબેન. એમપીએચડબલ્યુ.ડો.
. કુણાલ રાજપુત. પુરવઠા મામલતદાર. અશોકભાઈ પટેલ. ક્લાર્ક શ્રી. કમાલ હાસમી. સેવાલિયા. એસ.ટી .ડેપો ઇન્ચાર્જ મેનેજર. એમ. એસ .પઠાણ. સમાજ સુરક્ષા શાખાના અધિકારી શ્રી. પટેલ વ્રજરાજેન્દ્રકુમાર. શાળાના મુખ્ય શિક્ષક. રેણુકાબેન પટેલ. તલાટી શ્રી એમ. આર .પરમાર. અંબાવ ગામ પંચાયતના તલાટી શ્રી ક્રિષ્નાબેન ધાનકા. શહીતઅનેક જુદી જુદી શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આધારકાર્ડ. ચૂંટણી કાર્ડ. રેશનકાર્ડ માં નામ સુધારા વધારા. આરોગ્ય સેવાઓ. સમાજ સુરક્ષા. જી.ઈ .બી.પ્રશ્નો. આવક અને જાતિના પ્રમાણપત્ર જેવી અનેક યોજનાઓનું લાભ અંગાડી. માલવણ. પાલી. રુસ્તમ પુરા. અંબાવ. સરનાલ. કોસમ. ડાભસર . અને વાડદ ગામનાલોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લીધો હતો .
આ પ્રસંગે ગલતેશ્વર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના જુદી જુદી શાખાઓના અધિકારીઓ એ ઉપસ્થિત રહી આ સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તસવીર અહેવાલ. અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત. 8401159994.