ગુજરાતમાં બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ એકાએક સફાળી જાગેલી રાજ્ય સરકારે પોલીસને દારૂબંધીનો કડક અમલ કરાવવા સૂચના આપતા થોડા દિવસ રેડ પાડવાના સીન સપાટા થયા બાદ ફરી દેશી દારૂ ની પોટલીઓ મળતી થઈ ગઇ છે, આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કચ્છના માંડવીમાં
લોકોની અવરજવરથી અતિ વ્યસ્ત રહેતા આઝાદ ચોકમાં દારૂની પોટલી જાહેરમાં બેસીને એક ઇસમ પીતો હતો અને કહેતો હતો કે ‘હું કોઈનાથી ડરતો નથી’! ગુજરાતમાં શહેરી વિસ્તારમાં જાહેરમાં જ આ રીતે દારૂ પીવાતો હોય ત્યાં પોલીસવાળા શુ કરતા હશે તે સ્વાભાવિક જ ખ્યાલ આવે છે.
ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેનો ક્યાંય અમલ થતો નથી તેનું આ જીવંત ઉદાહરણ છે.
કચ્છના માંડવીના આઝાદ ચોક પાસે છાકટા બનેલા એક શખ્સે જાહેરમાં દારૂ પી દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા. દારૂના નશામાં આ શખ્સ કહેતો હતો કે ‘હું માંડવીનો કીંગ છું.
તેની આ હરક્ત લોકોએ મોબાઈલમાં કેદ કરી વાયરલ કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.
ગુજરાતમાં જે રીતે દારૂની બદી જોવા મળી રહી છે અને જે પ્રમાણે દેશી દારૂનું વેંચાણ ચાલી રહ્યું છે તેના કારણે ભવિષ્યમાં ફરી લઠ્ઠાકાંડ સર્જાય તો નવાઈ નહિ.
આમ, દારૂબંધી નો અમલ કરાવવો કોઈ માટે શક્ય નહિ હોવાનું ફરી સાબિત થઈ ગયું છે.